રુંવાડા ઊભા કરી દે એવી ઘટના! 70 વર્ષના માતાને મરવા માટે જંગલમાં મૂકી આવ્યો દારુડિયો પુત્ર, બે દિવસ તડપતી રહી

રુંવાડા ઊભા કરી દે એવી ઘટના! 70 વર્ષના માતાને મરવા માટે જંગલમાં મૂકી આવ્યો દારુડિયો પુત્ર, બે દિવસ તડપતી રહી
પ્રતિકાત્મક તસવીર

ચાલી શકવાની શક્તિ ન્હોતી એટલે વૃદ્ધ માતા બે દિવસ સુધી જંગલમાં અડધો કિલોમીટર સુધી આળોટતી રહી. ખાડામાં ભરાયેલા વરસાદી પીધું.

 • Share this:
  કોટાઃ માતા-પિતા પોતાના (father-mother) બાળકોની ખુશી માટે પોતાની ખુશીઓનો ત્યાગ કરી દે છે. માતા-પિતાનું એક જ સપનું હોય છે કે તેનું સંતાન તેમના વૃદ્ધાવસ્થામાં (Oldage) સહારો બને. પરંતુ એક દિવસ આ જ બાળકો બેસહારા છોડી દે છે. રાજસ્થાનના (Rajasthan) કોટામાં (kota) એક રુંવાડા ઊભા કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે ચોક્કસ કહેશો કે આના કરતા તો સંતાન વગરના હોવું વધારે સારું. અહીં એક કળીયુગી પુત્રએ પોતાી 70 વર્ષીય વૃદ્ધ માતાને જંગલમાં મૂકી આવ્યો હતો. વૃદ્ધ મહિલા બે દિવસ સુધી ભૂખી અને તસરી તડપતી રહી પરંતુ પુત્ર આવ્યો નહીં.

  આ દુખદ ઘટના કોટા જિલ્લાના મંડાના વિસ્તારમાં આવેલા કોલાના ગામની છે અહીં 70 વર્ષીય એક વૃદ્ધ મહિલા ભૂખી પ્યાસી હાલતમાં જંગલમાં મળી હતી. જ્યારે લોકોએ વૃદ્ધાને આ હાલતમાં જોઈ તો તેમનાં રુંવાડા ઊભા થઈ ગયા હતા. કારણે તે જમીન ઉપર આળોટી રહી હતી. તે ચાલી શક્તી ન હતી. આશરે અડધો કિલોમીટર સુધીના વિસ્તારમાં આળોટવાના નિશાન હતા.  ચૌથમલ ગુર્જર નામના યુવકે પોતાના સાથીઓની સાથે મળીને વૃદ્ધ મહિલાને જંગલમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ તેને પાણી પીવડાવ્યું હતું અને ખાવાનું ખવડાવ્યું હતું. તે બે દિવસથી ભૂખી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે બે દિવસથી ભુખી હતી. અને જંગલમાં ખાડામાં ભરાયેલું વરસાદનું પાણી પીને બે રાતો પસાર કરી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

  આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

  મહિલાએ જણાવ્યું કે તેનો પુત્ર બે દિવસ પહેલા જંગલમાં છોડીન જતો રહ્યો હતો. હું હાથ જોડીને આજીજી કરતી રહી પરંતુ તે મને એકલી મુકીને જતો રહ્યો હતો. જતા સમયે કહ્યું હતું કે તે પાછો આવશે. તેને હજી પણ વિશ્વાસ છે કે તેનો પુત્ર જરૂર આવશે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-પોલીસે પતિને ફટકાર્યો દંડ, બાઈકની હેડલાઈટ ફોડી, રણચંડી બનેલી પત્ની SDMને ચપ્પલ મારવા દોડી, હંગામાનો video

  ત્યારબાદ ગ્રામીણોએ મહિલાને ખોળામાં ઉઠાવીને જીપ સુધી લઈ ગયા હતા. જીપથી રાનપુર ગામ સુધી લઈ ગયા હતા. જ્યાં તેના પુત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે પુત્રને દારૂ પીવાની લત લાગેલી હતી. તે માતા સાથે મારપીટ કરતો હતો. તે ગામમાં જ મજૂરી કરતો હતો.  મહિલાની મદદ કરનાર યુવકે તેના પુત્રને ખરી ખોટી સંભળાવી હતી. જો અમે લોકો સમયસર ના પહોંચ્યા હોત તો તારી મા મરી જાત. પરંતુ ઉલટાનું પુત્ર મદદ કરનાર લોકો સાથે જ વિવાદ કરવા લાગ્યો હતો. માતા જ કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. એમાં મારી શું ભુલ.
  Published by:ankit patel
  First published:May 22, 2021, 19:06 IST

  ટૉપ ન્યૂઝ