નવી દિલ્હી: ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડ 0.05 ડોલર (0.07 ટકા) ઘટીને 93.50 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. WTIમાં 0.44 ડોલર (0.62 ટકા)નો ઘટાડો આવ્યો છે અહીં 71.02 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે. આ બાજૂ સરકારી તેલ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે. અહીં કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
રાજસ્થાનમાં 0.48 પૈસા મોંઘુ થઈને પેટ્રોલ 109.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 0.43 રૂપિયાથી વધીને 94.28 રૂપિયા પર પહોંચી ગયું છે. છત્તીસગઢમાં પેટ્રોલ 0.60 રૂપિયાથી વધઈને 103.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 0.59 રૂપિયાના ઉછાળા સાથે 96.55 રૂપિયા થઈ ગયું છે. આ બાજૂ પંજાબમાં પેટ્રોલાન ભાવ 0.30 રૂપિયાથી ઘટીને 96.59 રૂપિયા પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ અહીં 0.30 રૂપિયા સસ્તું થઈ ને 86.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, હિમાચલ અને કેરલમાં પણ ઈંધણના ભાવમાં કંઈક ઘટાડો આવ્યો છે. તો વળી ગુજરાત, જેએન્ડકે તથા ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ચાર મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
કલકત્તામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર
દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ
સવારે 6 નાગે દરરોજ નવા પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન, વૈટ અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેની મૂળ કિંમત કરતા ડબલ થઈ જાય છે. આ જ કારણ છે કે, પેટ્રોલ અને ડીઝલ આપણને આટલું મોંઘુ પડે છે.
આપ SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલના રોજ રેટ જાણી શકશો. ઈંડિયન ઓયલના કસ્ટમર RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP તથા પોતાના શહેરના કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને ભાવ જાણી શકે છે. તો વળી એચપીસીએલ ગ્રાહક HPPrice તથા પોતાના શહેરનો કોડ લખીને 9222201122 નંબર પર મેસેજ મોકલી ભાવ જાણી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર