ખેડૂતો માટે સરકારની સ્કિમ તૈયાર! ખેતી માટે ખાતામાં સીધા રૂપિયા આપશે

News18 Gujarati
Updated: January 11, 2019, 7:56 AM IST
ખેડૂતો માટે સરકારની સ્કિમ તૈયાર! ખેતી માટે ખાતામાં સીધા રૂપિયા આપશે
પીએમ નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

ખેડૂતોના દેવામાફીના બદલે મોદી સરકારે નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર, ખેડૂતોના ખાતામાં સીધી રકમ આપવામાં આવશે.

  • Share this:
મોદી સરકારે ખેડૂતોને આકર્ષવા માટે મોટુ પગલું ભરવાની તૈયારી કરી લીધી છે. સીએનબીસી-આવાજના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, કેડૂતો માટે રાહત પેકેજનો પ્રસ્તાવ તૈયાર થઈ ગયો છે. જેના પર ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. નવા પ્રસ્તાવ અનુસાર, ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. જે ખેડૂતો પાસે જમીન નથી તેમને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

સ્કીમ તૈયાર
ખેડૂતોના દેવામાફીના બદલે મોદી સરકારે નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર, ખેડૂતોના ખાતામાં સીધી રકમ આપવામાં આવશે. જમીન વગરના ખેડૂતોને પણ આમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રસ્તાવમાં ઓડિસા, તેલંગણા મોડલની ઝલક જોવા મળી રહી છે. આ સ્કીમ હેઠળ દરેક પરિવાર માટે રકમની અધિકત્તમ સીમા નક્કી કરવામાં આવશે.

પ્રસ્તાવમાં બે રાજ્યોની ઝલક છે
આ પ્રસ્તાવમાં બે રાજ્યો ઓડિશા અને તેલંગણા મોડલની ઝલક છે. તેલંગણામાં દરેક કાપણી સિઝન પહેલા 4000 રૂપિયા પ્રતિ એકડ આપવામાં આવે છે. જ્યારે ઓડિશામાં પ્રતિ પરિવાર 5000 રૂપિયા ખેડૂતોને આપવાની સ્કિમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને સરકારી ખરીદ કિંમત નક્કી કરવામાં આવશે.

આ પેકેજમાં વીમા, કૃષિ લોન, આર્થિક મદદ એક સાથે આપવાનો વિચાર થઈ રહ્યો છે. સરકાર વ્યક્તિગત ફાયદો આપવાના બદલે પરિવારને મદદ કરવાનો વિચાર કરી શકે છે. આ સ્કીમ હેઠળ ખેડૂત પરિવાર સિવાય વધારે આર્થિક રૂપે પછાત પરિવારોની મદદ કરવાની રણનીતિ બનાવી રહી છે. સ્કીમમાં નાના, સીમાંત અને બટાઈદારો અથવા ભાડુઆતી ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય તેવું અનુમાન છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને 0 ટકા વ્યાજ પર લોન આપવા પર નિર્ણય લેવામાં આવી શકે છે.સરકાર ઓડિશાના 'કાલિયા' મોડલનો અભ્યાસ કરી રહી છે
ખેડૂતોને રાહત આપવા માટે મોદી સરકાર 'કાલિયા'નો અભ્યાસ કરી રહી છે. કાલિયા મોડલ હેઠળ પ્રતિ ખેડૂત પરિવાર 5 ક્રોપ સિઝન માટે 25000 રૂપિયા આપવાનો પ્રસ્તાવ છે. વાર્ષીક એક હપ્તે આર્થિક મદદ કરવાનું વિચારી રહી છે. આ સાથે સરકાર આર્થિક બોઝની પણ સમિક્ષા કરી રહી છે.
First published: January 10, 2019, 7:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading