હૈદરાબાદથી આવીને બે યુવતીઓને ઇન્દોરમાં મળી હોટલ, ચલાવવા લાગી દેહવેપારનો ધંધો

હૈદરાબાદથી આવીને બે યુવતીઓને ઇન્દોરમાં મળી હોટલ, ચલાવવા લાગી દેહવેપારનો ધંધો
પ્રતિકાત્મક તસવીર

પોલીસે હોટલમાંથી 8 યુવકો અને 2 યુવતીઓને પકડી પાડ્યા હતા. યુવતીઓના મોબાઈલ નંબરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જેથી સંપૂર્ણ મામલામાં સચ્ચાઈ સામે આવી શકે.

 • Share this:
  ઇન્દોરઃ કોરોનાની બીજી લહેરનો (corona second wave) ખતરો હજી સુધી સમાપ્ત થયો નથી અને સેક્સવર્કર્સે દેહવેપાર શરુ કરી દીધો છે. શુક્રવારે મધ્ય પ્રદેશની (Madhya Pradesh) આર્થિક રાજધાની ઇન્દોરમાંથી (Indore) મોટું સેક્સ રેકેટનો (sexracket) પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે (Police) મોટી કાર્યવાહી કરતા બોમ્બે હોસ્પિટલ નજીક સ્થિત હોટલમાં છાપો માર્યો હતો. જ્યાં બે યુવતી અને આઠ યુવકોની ધરપકડ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે લસૂડિયા પોલીસ સ્ટેશન વિસ્તારાં એક હોટલમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. પોલીસે હોટલમાંથી 8 યુવકો અને 2 યુવતીઓને પકડી પાડ્યા હતા.  પોલીસ સૂત્રો પ્રમાણે બે યુવતીઓ હૈદરાબાદથી આવીને ઇન્દોરમાં દેહવેપાર સંચાલીત કરી રહી હતી. બંને યુવતીઓ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. બીજી તરફ યુવતીઓના મોબાઈલ નંબરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જેથી સંપૂર્ણ મામલામાં સચ્ચાઈ સામે આવી શકે.

  સમગ્ર મામલામાં હોટલ સંચાલકની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવતી હોવાથી પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. ઇન્દોરના એસપી પૂર્વ આશુતોષ બાગરીએ એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યા પ્રમાણે બે યુવતીઓ હૈદરાબાદથી આવી હતી. જે દેહવ્યાપારનું સંચાલન કરતી હતી.

  તેમણે વધુમાં જણાવ્યું હતું પોલીસ મોબાઈલ કોલ ડિટેલ અને પેમેન્ટના લેનદેનને ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. આ યુવતીઓ બોમ્બે હોસ્પિટલની પાસે આવેલી એક હોટલમાં રહેતી હતી. તેની ભૂમિકા સંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published:June 11, 2021, 23:26 pm

  ટૉપ ન્યૂઝ