જેટ એરવેઝના કર્મચારીએ કરી આત્મહત્યા! 3 મહિનાથી મળી ન હતી સેલરી

News18 Gujarati
Updated: April 27, 2019, 10:09 PM IST
જેટ એરવેઝના કર્મચારીએ કરી આત્મહત્યા! 3 મહિનાથી મળી ન હતી સેલરી
શૈલેષ સિંહનો દીકરો પણ જેટ એરવેજમાં જ કાર્યરત હતો અને બંનેની સેલરી ના મળવાના કારણે પરિવારની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી

શૈલેષ સિંહનો દીકરો પણ જેટ એરવેજમાં જ કાર્યરત હતો અને બંનેની સેલરી ના મળવાના કારણે પરિવારની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી

  • Share this:
જેટ એરવેઝના કર્મચારી હવે પરેશાન થઈ પોતાનો જીવ આપી રહ્યા છે. આવો જ એક મામલો મુંબઈથી સામે આવ્યો છે, જ્યાં જેટ એરવેઝના સિનીયર ટેક્નિશિયને 4 માળની બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, તેમને કેંસર હતું અને તે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ચિંતામાં હતા. મૃતકની ઓળખ શૈલેશ સિંહ તરીકે થઈ છે. તે મુંબઈના નાલાસોપારા ઈસ્ટના રહેવાસી હતા.

લાંબા સમયથી પરેશાન - જેટના જ સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, શૈલેષને કેંસર હતું અને સારવારમાં ઘણો ખર્ચો થઈ રહ્યો હતો. તેની સળંગ કિમોથેરાપી ચાલી રહી હતી. તો બીજુ બાજુ જાન્યુઆરી મહિનાથી કંપની તરફથી પગાર ન મળવાના કારણે આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી. એવામાં સારવાર નહોતા કરાવી શકતા અને ઘર ખર્ચ પણ નહોતા ઉઠાવી શકતા. આ પરેશાનીઓને લઈ લાંબા સમયથી ચિંતામાં હતા.

પિતા પુત્ર બંને જેટમાં - શૈલેષ સિંહનો દીકરો પણ જેટ એરવેઝમાં જ કાર્યરત હતો અને બંનેની સેલરી ના મળવાના કારણે પરિવારની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી. શેલેષ સિંહના પરિવારમાં તેમની પત્ની, બે દીકરા અને બે દીકરી છે. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
First published: April 27, 2019, 9:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading