Alert! લોકડાઉનમાં કોરોનાની જાણકારી માટે ભૂલથી પણ આ વેબસાઈટ ના ખોલતા, નહીં તો થશે મોટુ નુકશાન

News18 Gujarati
Updated: March 27, 2020, 10:36 PM IST
Alert! લોકડાઉનમાં કોરોનાની જાણકારી માટે ભૂલથી પણ આ વેબસાઈટ ના ખોલતા, નહીં તો થશે મોટુ નુકશાન
ઓનલાઇન ઇન્ટેલીજેંસ કંપની સાઇબર (Cyber) જણાવ્યું કે સાઇબર અપરાધીઓ (Cyber Criminals)ને 2.9 કરોડ ભારતીયોના પર્સનલ ડેટા (Personal Deta) ડાર્ક વેબ (Dark Web) પર નાખ્યા છે. અને આ તમામ જાણકારી અહીં મફતમાં મળી રહી છે. કંપનીએ શુક્રવારે એક બ્લોગમાં કહ્યું કે નોકરી શોધી રહેલા 2.91 કરોડ ભારતીય લોકોની પર્સનલ જાણકારી લીક થઇ છે. સામાન્ય રીતે આવી જાણકારી આવતી રહી છે. પણ આ વાતમાં ખાસ તે છે તેમાં બહુ બધી જાણકારી છે. આ ડિટેલમાં તમારી શિક્ષા, ઇમેલ, ફોન, યોગ્યતા, કાર્ય અનુભવ, સરનામું બધુ જ સામેલ છે.

સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડર દ્વારા દુનિયાભરના લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

  • Share this:
કોરોના વાયરસના કારણે ઘરે બેઠેલા લોકો આજકાલ ઈન્ટરનેટનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે, અને જાત-જાતની જાણકારી સર્ચ કરી રહ્યા છે. એવામાં સાયબર ક્રાઈમ કરનારા લોકો નવી-નવી રીત અપનાવી રહ્યા છે. જેથી દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે સામાન્ય નાગરીકોને એલર્ટ કરતા કેટલીક લીંક જાહેર કરી છે. પોલીસનું કહેવું છે કે, આ અપરાધીઓ આ વેબસાઈટ દ્વારા તમારી પ્રાઈવેટ જાણકારી ચોરી તમારા બેન્ક ખાતામાંથી પૈસા કાઢી શકે છે.

જો તમારી સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થાય છે તો, તમે તેની ફરિયાદ તુરંત સાયબર સેલને કરી શકો છો. જો તમારી પર આ પ્રકારનો કોઈ પણ ઈ-મેઈલ આવે છે તો, તમારે બિલકુલ ડરવાની જરૂરત નથી. Sophosના પ્રિન્સિપલ રિસર્ચ સાયન્ટિસ્ટ પોલ ડકલિને કહ્યું કે, કોઈ પૈસા ન મોકલો આ બધુ જૂઠુ છે. તેમની પાસે તમારો કોઈ ડેટા નથી હોતો. જો તમે પૈસા આપો છો તો તેમને એક વધુ મોકો મળી જશે તમને ડરાવાનો.

દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલું ખતરનાક કોરોના વાયરસ સંબંધિત વેબસાઈટોનું લીસ્ટ

1. Coronavirusstatus(dot)space
2. Coronavirus-map(dot)com
3. Blogcoronacl.canalcero(dot)digital4. Vaccine-coronavirus(dot)com
5. Coronavirus(dot)cc
6. Bestcoronavirusprotect(dot)tk
7. coronavirusupdate(dot)tk
8.Coronavirus(dot)zone
9. Coronavirus-realtime(dot)com
10. Coronavirus(dot)app
11. Bgvfr.coronavirusaware(dot)xyz
12. Coronavirusaware(dot)xyz
13. Corona-virus(dot)healthcare
14. Survivecoronavirus(dot)org

વિદેશોમાં પણ થઈ રહી છે ઠગાઈ
સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડર દ્વારા દુનિયાભરના લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ લોકો ક્યારેક WHOના અધિકારી બનીને પણ ઠગાઈ કરે છે તો ક્યારેક કોવિડ-19 ના નામ પર નકલી વેબસાઈટ બનાવી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

પરંતુ હવે નવા ટ્રેડમાં સાયબર ક્રિમિનલોએ કોરોના વાયરસના ડરને પોતાનું હથિયાર બનાવ્યુ છે. સાયબર ક્રિમિનલ ઈમેલ મોકલી 4000 ડોલર બિટકોઈન દ્વારા માંગી રહ્યા છે, નહીં તો યૂઝરનું તમામ રહ્સય જાહેર કરવાનું અને પરિવારના તમામ સભ્યોને કોરોના ગ્રસિત કરવાની ધમકી આપી રહ્યા છે. ઈમેલમાં યૂઝરને તેમનો જૂનો પાસવર્ડ પણ બતાવવામાં આવે છે. આવા ક્રિમિનલો દાવો કરે છે કે, તેમને યૂઝરના તમામ પાસવર્ડ ખબર છે અને તે યૂઝર પર લાંબા સમયથી નજર રાખીને બેઠા છે.
First published: March 27, 2020, 10:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading