Home /News /national-international /

પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારીમાં ભારત! FATFમાં બ્લેકલિસ્ટ થવા પર વધશે ટેન્શન

પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારીમાં ભારત! FATFમાં બ્લેકલિસ્ટ થવા પર વધશે ટેન્શન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફાઇલ તસવીર

ભારત પુલવામા હુમલા બાદ તમામ એજન્સીઓ પાકિસ્તાન વિરુદ્ધ સબૂતોનું ડોઝિયર તૈયાર કરી રહી છે. એવામાં જો એફએટીએફ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દે છે તો...

    પાકિસ્તાનને મોટો ઝટકો આપવા માટે ભારત વધુ એક પગલું ભરવાની તૈયારીમાં છે. અગામી અઠવાડીએ યોજાનાર ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએપ)ની બેઠકને ધ્યાનમાં રાખી ભારત પુલવામા હુમલા બાદ તમામ એજન્સીઓ પાકિસ્તાન વિરુદ્ધ સબૂતોનું ડોઝિયર તૈયાર કરી રહી છે. એવામાં જો એફએટીએફ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દે છે તો, તેને આઈએમએફ, વર્લ્ડ બેન્ક, યૂરોપિયન સંઘ જેવા બહુપક્ષિય કર્જદાતા તેની ગ્રેડિંગ ઓછી કરી શકે છે. એટલે કે કોઈ પણ દેશ લોન કે સહાય આપવા માટે વિચારશે અને પાકિસ્તાનની આર્થિક મુશ્કેલીમાં વધારો થતો જશે.

    તમને જણાવી દઈએ કે, ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે ગત વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દીધુ હતું. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2012થી 2015 સુધી FATFના ગ્રે લીસ્ટમાં રહ્યું છે.

    હવે શું થશે - ભારત ટુંક સમયમાં આતંકી ગતીવિધીઓની ફાયનાન્સિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા FATFને એક પુરાવાનું ડોઝિયર સોંપશે. આ ડોઝિયરમાં પુલવામા આતંકી હુમલાને લઈ પાકિસ્તાન વિરુદ્ધ સબૂત (પુરાવા) સોંપવામાં આવશે. આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓએ શનિવારે આ વાતની જાણકારી આપી. બતાવવામાં આવી રહ્યું છે કે, ભારતની કોશિસ FATF તરફથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં કરાવવાની રહેશે.

    FATF તરફથી કોઈ દેશને બ્લેક લિસ્ટ કરવાનો મતલબ છે કે તે દેશ મની લોન્ડ્રીંગ અને આતંકવાદી ગતિવિધિઓ માટે ફન્ડિંગ વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં સહયોગ નથી કરી રહ્યો. એવામાં જો FATF પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દે છે તો, આઈએમએફ, વર્લ્ડ બેન્ક, યૂરોપીયન સંઘ જેવી બહુપક્ષિય કર્જદાતા તેનું ગ્રેડિંગ ઓછુ કરી શકે છે. જેથી દુનિયાભરના દેશો તરફથી આર્થિક સહાય મળવાનો રસ્તો પૂરી રીતે બંધ થઈ જશે.

    શું છે FATF - જી-7 દેશોની પહેલ પર FATFની સ્થાપના 1989માં થઈ હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ સંગઠનના સભ્યોની સંખ્યા 37 છે. ભારત પણ આ સંગઠનનું સભ્ય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડિંગ પર લગામ લગાવવામાં નિષ્ફળ દેશોનું રેટિંગ તૈયાર કરવાનો છે. FATF આવા દેશોની બે લિસ્ટ તૈયાર કરે છે. પહેલા લિસ્ટમાં ગ્રે અને બીજુ બ્લેક લીસ્ટનું હોય છે. ગ્રે લીસ્ટમાં સામેલ થતા દેશોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી આર્થિક મદદ મળવામાં મુશ્કેલી થાય છે. જ્યારે બ્લેક લિસ્ટમાં આવતા દેશોને આર્થિક સહાયતા મળવાનો રસ્તો પૂરી રીતે બંધ થઈ જાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Blacklist pakistan, Crpf pulwama, FATF, Impact, What, ગુજરાતી, લેટેસ્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन