Home /News /national-international /

300થી વધારે મહિલાઓનો સોદો કરનાર 'દલાલ'એ પોતાની જ પુત્રવધૂને રૂ.80,000માં વેચી, અમદાવાદના લોકો ઝડપાયા

300થી વધારે મહિલાઓનો સોદો કરનાર 'દલાલ'એ પોતાની જ પુત્રવધૂને રૂ.80,000માં વેચી, અમદાવાદના લોકો ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

રાત્રે આશરે 12 વાગ્યે એક યુવકે પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે તેની પત્નીને તેના જ પિતાએ ગુજરાતના લોકોને 80,000 રૂપિયામાં વેચી લીધી છે. પતિની સુચનાના આધારે પોલીસ બારાબંકી રેલવે સ્ટેશન ઉપર પહોંચીને યુવતીને છોડાવી હતી.

  બારાબંકીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં  (barabanki) લગ્ન માટે 300થી વધારે યુવતીઓનો  (girls) સોદો કરી ચૂકેલા વ્યક્તિએ પોતાની જ પુત્રવધૂનો 80,000 રૂપિયામાં સોદો કર્યો હતો. જેના માટે ગુજરાતમાંથી  (Gujarat) આવેલા આઠ લોકો સાથે ડીલ ફાઈનલ થઈ હતી. પૈસા પણ આપી દીધા હતા. પોલીસે યુવતીને ખરીદનાર ગુજરાતમાં રહેતા આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમની સામે માનવ તસ્કરીની (Human trafficking) કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે યુવતીને તેના પતિને સોંપવામાં આવી હતી.

  મળતી માહિતી પ્રમાણે એએસપી નોર્થ અવધેશ સિંહે જણાવ્યું કે શનિવારે રાત્રે આશરે 12 વાગ્યે એક યુવકે પોલીસને ફોન કરીને જણાવ્યુ હતું કે તેની પત્નીને તેના જ પિતાએ ગુજરાતના લોકોને 80,000 રૂપિયામાં વેચી લીધી છે.

  પતિની સુચનાના આધારે પોલીસ બારાબંકી રેલવે સ્ટેશન ઉપર પહોંચીને યુવતીને છોડાવી હતી. બીજી તરફ તેને ખરીદનાર આઠ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદના સાહિત પંચા, પપ્પુ ભાઈ શર્મા, અપૂર્વ પંચા, ગીતાબેન, નીતાબેન, શિલ્પા બેન, રાકેશ અને અજય પંચાની ધરપકડ કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

  આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

  પુત્રએ એપ થકી દોસ્તી કરીને આસામની યુવતી સાથે કર્યા હતા લગ્ન
  આખા મામલો રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મલ્લાપુરનો છે. અહીં રેહનારા ચન્દ્રરામ વર્ષાના પુત્ર પ્રિંસ વર્મા ગાઝિયાબાદમાં ટેક્સી ચલાવવાનું કામ કરે છે.

  આ પણ વાંચોઃ-5 રૂપિાયની આ નોટ વેચીને કમાઓ 30,000 રૂપિયા, ફટાફટ ચેક કરો ડિટેલ

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  પાંચ વર્ષ પહેલા 2016માં તેની વાતચીત એક એપના માધ્યમથી આસામની એક યુવતી સાથે શરુ થઈ હતી. ત્રણ વર્ષ બાદ તેણે લખનૌના એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધી હતા. ત્યારબાદ પત્નીને લઈને ગાઝિયાબાદ જતો રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

  ષડયંત્ર રચીને પુત્રવધૂને એકલી સાસરી બોલાવી હતી
  પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે ગામમાં રહેનારા રામૂ ગૌતમ લોકડાઉમાં અમદાવાદથી ઘરે આવ્યો હતો. તો પ્રિંસના પિતા ચંદ્ર રામ વર્માથી અમદાવાદના સાથી સાહિત પંચા વિશે વાત કરી હતી જેના લગ્ન ન્હોતા થઈ રહ્યા. જો લગ્ન થઈ જાય તો મોટી રકમ મળશે. આ વાત ઉપર ચંદ્ર રામ વર્માએ પોતાની પૂત્રવધૂને વેચવાની વાત કરી હતી. તબીયત ખરાબ હોવાનું બહાનું કરીને પુત્રવધૂને ગાઝિયાબાદથી ઘરે બોલાવી હતી.  ગુજરાતના લોકો સાથે મોકલી પુત્રવધૂ
  ચાર જૂને પુત્રવધૂ મલ્લાપુર આવી ગઈ હતી. પછી પિતાએ 60,000 પોતે લીધા અને 20,000 પુત્રના બેન્ક એકાઉન્ટમાં નંખાવ્યા હતા. આ વચ્ચે યુવતીનો પતિ પાંચ જૂને આવી ગયો. પુત્રને એમ કહ્યું કે યુવતીને ગુજરાતના લોકો તેને ગાઝિયાબાદ ઉતારી દેશે.
  Published by:ankit patel
  First published:

  Tags: અમદાવાદ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ગુનો, પોલીસ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन