Home /News /national-international /

હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

ઘટના સ્થળની તસવીર

આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે દંપતીએ પહેલા બંને બાળકોને અલગ અલગ ફાંસીના ફંદા ઉપર લટકાવ્યા હતા. ત્યારબાદ પોતાને પણ ફાંસી લગાવી દીધી હતી.

  દીપ શ્રીવાસ્તવ, શાહજહાંપુરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાહજહાંપુર (Shahjahanpur) જિલ્લામાં એક દવા કારોબારીએ પોતે પત્ની અને બે બાળકો સાથે ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા (family suicide) કરી લીધી હતી. વેપારીના આખા પરિવાર પહેલા સવારે એક સાથે ચા પીધી હતી. અને ત્યારબાદ આખા પરિવારે મોતને વ્હાલું કર્યું હતું.

  પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. અને પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે (police) ફોરેન્સીક ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી. તમામની લાશોને નીચે ઉતારી પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી. પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ (suicide note) પણ મળી હતી. જેમાં વેપારીએ પોતાની આર્થીક તંગીના (money crisis) કારણે આત્મહત્યા કર્યાની વાત વ્યક્ત કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે પટના ચોક કોતવાલી પોલીસ સ્ટેશનના કચ્ચા કટરા પાસેની છે. જ્યાં દવાનો 42 વર્ષીય વેપારી અખિલેશ ગુપ્તા, 39 વર્ષીય પત્ની રિશુ ગુપ્તા અને 12 વર્ષનો પુત્ર શિવાંગ અને 10 વર્ષની પુત્રી હર્ષિતાના દોરડાથી લટકતા મૃતદેહો મળ્યા હતા.

  આ પણ વાંચોઃ-5 રૂપિાયની આ નોટ વેચીને કમાઓ 30,000 રૂપિયા, ફટાફટ ચેક કરો ડિટેલ

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  બધાએ આત્મહત્યા માટે એક પ્રકારની રસ્સીનો ઉપયોગ કર્યો હતો. જેનાથી એ જાણવા મળે છે કે તમામે પ્રી પ્લાન કરીને ઘટનાને અંજામ આપ્યો છે. ચારેયની લાશો ફાંસીના ફદા ઉપરથી લટકતા મળ્યા હતા. તેમની પાસેથી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કર્યાની કબુલાત થઈ હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

  આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

  પોલીસ અધીક્ષક એસ આનંદના જણાવ્યા પ્રમાણે અખિલેશ દવાના વેપાર સાથે સંકાળાયેલો હતો. આજે કોઈ પરિચિતે તેને ફોન કર્યો હતો. કોઈ જવાબ ન મળતાં તે અખિલેશના ઘરે આવ્યો હતો. ઘરે જઈને નજારો જોઈને તે ચોંકી ગયો હતો.

  આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

  ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસને સૂસાઈડ નોટ પણ મળી હતી. જેમાં આર્થિક તંગી અને દેવાના કારણે પરેશાન હોવાની વાત લખી હતી. જેના કારણે આત્મહત્યા જેવું કઠોર પગલું ભર્યાની વાત પણ લખી હતી.  એસપીએ જણાવ્યું કે અખિલેશ અને રિશુની લાશ એક રૂમમાં જ્યારે પુત્ર અને પુત્રીની લાશ અલગ અલગ રૂમમાં લટકતી મળી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે દંપતીએ પહેલા બંને બાળકોને અલગ અલગ ફાંસીના ફંદા ઉપર લટકાવ્યા હતા. ત્યારબાદ પોતાને પણ ફાંસી લગાવી દીધી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: આત્મહત્યા, ઉત્તરપ્રદેશ, ગુનો

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन