Home /News /national-international /

હેવાનિયતની હદ! પતિએ 8 મહિનાની ગર્ભવતી પત્નીને હથોડા મારીને કરી હત્યા, ગુપ્તાંગ ઉપર પણ કર્યા હતા પ્રહાર

હેવાનિયતની હદ! પતિએ 8 મહિનાની ગર્ભવતી પત્નીને હથોડા મારીને કરી હત્યા, ગુપ્તાંગ ઉપર પણ કર્યા હતા પ્રહાર

પ્રતિકાત્મક તસવીર

લગ્ન સમયે સસરાએ પોતાની શક્તી પ્રમાણે દહેજ આપ્યું હતું. પરંતુ દહેજભૂખ્યા જમાઈને આટલું ઓછું પડતા વધારે દહેજની માંગણી કરી પત્નીને હેરાન કરવાનું શરું કર્યું હતું.

    બુલંદશહરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બુલંદશહેરમાં (Bulandsahar) એક પતિએ હેવાનિયતની હદ વટાવી હતી. અહીં પતિએ પોતાની ગર્ભવતી પત્ની ઢોર (pregnant wife beaten) માર મારવાની સાથે પત્નીના ગુપ્તાંગ ઉપર હથોડાથી પ્રહાર (attack with hammer) કર્યા હતા. જેના પગલે ગર્ભવતી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં (hospital) દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે વધારે દહેજની (Dowry) લાલચ રાખીને પત્નીને હેરાન કરતો હતો.

    ત્રણ વર્ષ પહેલા થયાં હતા પૂજા અને રાજાના લગ્ન
    મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બુલંદશહેના પોલીસે સ્ટેશન અંતર્ગત આવતા ખુર્જા ગામમાં રહેતા લોહપીટા જોગિંદરે પોતાની પુત્રી પૂજાના લગ્ન ટૂંડલાના સ્ટેશન રોડ નિવાસી રાજા પુત્ર બબ્લુની સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. પુત્રીના પિતાએ પોતાના ગજા જેટલું દાન-દહેજ પણ આપ્યું હતું.

    વધારે દહેજની માંગણી કરી પત્નીને હેરાન કરતો હતો
    લગ્નના થોડા સમય સુધી બધું સારું ચાલ્યું હતું. ત્યારબાદ પતિ રાજાએ વધારે દહેજની માંગણી કરીને પોતાની પત્ની પૂજાને હેરાન કરવાનું શરું કર્યું હતું. આવી સ્થિતિ વચ્ચે અનેક વખત સામાજિક સમજૂતીઓ પણ થઈ હતી. પરંતુ પતિની માંગ બંધ થઈ ન હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

    આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

    આઠ મહિનાની ગર્ભવતી હતી પત્ની
    ઝઘડાઓ વચ્ચે પત્ની પૂજા આઠ મહિનાની ગર્ભવતી થઈ હતી. પરંતુ માંગણી પુરી ન થવાના કારણે એક મહિના પહેલા પતિએ પૂજાને ઢોર માર માર્યો હતો. આટલાથી ન ધરાતા પતિએ ગર્ભવતિ પત્નીના ગુપ્તાંગ ઉપર હથોડાથી પ્રહારો કર્યા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

    આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

    હથોડા વડે ગર્ભવતી પત્નીના ગુપ્તાંગ પર કર્યા હતા પ્રહારો
    પતિની હેવાનીયતથી હદ વટાવતા ગર્ભવતી પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન પૂજાનું મોત નીપજ્યું હતું.



    મૃતક પૂજાના પિતાએ જમાઈ સામે નોંધાવી ફરિયાદ
    મૃતક પૂજના પિતાએ રાજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે લાશનો પોશમોર્ટમ કરાવવાની કામગીરી હાથધરી હતી. અને ફરાર પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Wife Murder, ઉત્તરપ્રદેશ, ગુનો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन