પાર્ટી કરવા ગયેલા MBBS વિદ્યાર્થીનું નહેરમાં ડૂબી જવાથી મોત, પરીક્ષા પુરી થતાં ખુશીનો જશ્ન માતમમાં ફેરવાયો

પાર્ટી કરવા ગયેલા MBBS વિદ્યાર્થીનું નહેરમાં ડૂબી જવાથી મોત, પરીક્ષા પુરી થતાં ખુશીનો જશ્ન માતમમાં ફેરવાયો
પ્રતિકાત્મક તસવીર

ડોક્ટર સાથીઓ વિચારી રહ્યા હતા કે રોનક પાણીમાં તરી રહ્યો છે પરંતુ વાસ્તવમાં તે ડૂબી રહ્યો હતો. ડોક્ટર રોનકને આજે પોતાના ગામ ખરગૌન જવાનું હતું. પરંતુ આ પહેલા જ મોતને ભેટ્યો હતો.

 • Share this:
  રીવાઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh) રીવામાં (Riva) મેડિકલ કોલેજ સ્ટૂડન્ટનું (medical college student) નહેરમાં ડૂબી જવાથી મોત થયું હતું. ડોક્ટર રોનક ભંડારી પોતાના બેચ સાથીઓની સાથે પાર્ટી (party) કરવા ગયો હતો. 18 કલાક રેસ્ક્યૂ કર્યા બાદ પોલીસને (police) લાશ મળી હતી. આ ઘટના બાદ શ્યામ શાહ કોલેજમાં માતમનો માહોલ છવાયો હતો. આ ઘટના રીવા શહેરના બિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સિલપર નહેરની છે.

  શ્યામ શાહ મેડિકલ કોલેજના સ્ટૂડન્ટ બેચની સાથે સાંજે ડોક્ટર રોનક પાર્ટી મનાવવા ગયો હતો. પાર્ટી બાદ તેજ વહેણવાળી નહેરમાં ડોક્ટર રોનકે નહાવા માટે નહેરમાં છલાંગ લાગવી હતી. થોડા સમયમાં જ તે ડૂબી ગયો હતો. સાથીઓએ બચાવવાની કોશિશ કરી પરંતુ પાણી ઉંડું હોવાથી તેઓ નિષ્ફળ રહ્યા હતા. ડોક્ટર સાથીઓ વિચારી રહ્યા હતા કે રોનક પાણીમાં તરી રહ્યો છે પરંતુ વાસ્તવમાં તે ડૂબી રહ્યો હતો.  ઘટનાની જાણ બાદ કલેક્ટર ડો. હલૈયા રાજા ટી, એસપી રાકેશની સાથે ડોક્ટર મનોજ ઇંદુલકર સહિત કોલેજ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. નહેરનું પાણી બંધ કરવામાં આવ્યું. પોલીસ અને એનડીઆરએફની ટીમ ઊંડા પાણીમાં 18 કલાક સુધી મહેનત કરીને લાશને શોધી કાઢી હતી. આ ઘટના બાદ મેડિકલ કોલેજમાં માતમ છવાયું હતું.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

  આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ગંભીર બેદરકારી! હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ પરિવારને આપ્યો, ઘરે લઈ જઈ કરાઈ અંતિમ વિધિ

  આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

  ઉલ્લેખનીય છે કે MBBSની પરીક્ષાઓ બે દિવસ પહેલા જ પતી હતી. પરીક્ષાબાદ તણાવને દૂર કરવા માટે ડોક્ટર્સ પાર્ટી કરવા ગયા હતા. આજે ડોક્ટર રોનકને આજે પોતાના ગામ ખરગૌન જવાનું હતું. પરંતુ આ પહેલા જ મોતને ભેટ્યો હતો.  નગર પોલીસ અધિક્ષક, રીવા ઝોન-2એ જણાવ્યું કે નહેરનું પાણી બંધ કરાવીને તપાશ શરું કરી હતી. એનડીઆરએફની ટીમે 18 કલાકની ભારે જહેમત બાદ લાશને શોધી કાઢી હતી. મૃતક ડોક્ટર રોનક ભંડારીની લાશને પરિજનોને સોંપી દીધી છે.
  Published by:ankit patel
  First published:May 08, 2021, 17:29 pm

  ટૉપ ન્યૂઝ