કારમાંથી રૂ.880 કરોડની હેરોઈન સાથે અફઘાની દંપતી ઝડપાયું, કોના માટે લાવ્યા હતા આટલું ડ્રગ્સ?

કારમાંથી રૂ.880 કરોડની હેરોઈન સાથે અફઘાની દંપતી ઝડપાયું, કોના માટે લાવ્યા હતા આટલું ડ્રગ્સ?
કારમાં સવાર શફી અને તરીના પતિ-પત્ની છે. બંને તસ્કર મૂળ રૂપથી અફઘાનિસ્તાનના કંધારના રહેનારા છે. દિલ્હી વજીરાબાદ વિસ્તારમાં ભાડના મકાન લઈને રહેતા હતા.

કારમાં સવાર શફી અને તરીના પતિ-પત્ની છે. બંને તસ્કર મૂળ રૂપથી અફઘાનિસ્તાનના કંધારના રહેનારા છે. દિલ્હી વજીરાબાદ વિસ્તારમાં ભાડના મકાન લઈને રહેતા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે (delhi police) હેરોઈનના (Heroin racket) મોટા રેકેટનો પર્દાફાશની કર્યોહતો. આશરે 125 કિલોહેરોઈન સાથે બે અફઘાની નાગરીકોની (Afghani couple) ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી પતિ પત્ની (accused husband-wife) છે. પશ્વિમી જિલ્લાની પોલીસને સતત ડ્રગ્સ તસ્કરીની સુચના મળી રહી હતી. ત્યારબાદ ડીસીપીએ એક ટીમ તૈયાર કરી હતી.

  પોલીસની ટીમે હેરોઈન તસ્કરો માટે જાળ બિછાવી અને જાણવા મળ્યું કે કેટલાક લોકો હેરોઈન સાથેગેસ એજન્સી ખ્યાલા તરફ આવી રહ્યા છે. થોડા સમય બાદ ખ્યાલાના ગંદા નાળા વળાંક ઉપર દિલ્હી પોલીસની ટીમને એક સફેદ સેવરલે કાર જોઈ હતી. જે થોડે દૂર જઈનો રોકાઈ હતી.  કારમાં બેઠેલા શખ્સ કોઈની રાહ જોઈ રહ્યો હતો. કારમાં કોઈ હરકત થાય એ પહેલા જ દિલ્હી પોલીસની ટીમે શંકાસ્પદ કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી. કારની અંદરથી બે લોકોની ધરપકડ કરી હતી. કારની અંદર મોહમ્મદ શફી નામનો વ્યક્તિ અને એક તરીના નામની મહિલાને કસ્ટડીમાં લીધી હતી.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

  આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ગંભીર બેદરકારી! હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ પરિવારને આપ્યો, ઘરે લઈ જઈ કરાઈ અંતિમ વિધિ

  આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

  કારમાંથી પોલીસને 7 મોટા પ્લાસ્ટિકની બેગ મળી હતી. આ સફેદ પ્લાસ્ટી બેગમાં 125 કિલો હેરોઈન મળ્યું હતું. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય કિંતમાં 880 કરોડ રૂપિયા જેટલી થવા પામે છે. કારમાં હાજર બે લોકોએ ખુલાસો કર્યો કે આ હેરોઈનની ખેપ વજીરાબાદના ખ્યાલા સપ્લાઈ માટે લાવ્યા હતા.  પોલીસે સફેદ કારને પણ કેસ પ્રોપર્ટી તરીકે જપ્ત કરી હતી. કારમાં સવાર શફી અને તરીના પતિ-પત્ની છે. બંને તસ્કર મૂળ રૂપથી અફઘાનિસ્તાનના કંધારના રહેનારા છે. દિલ્હી વજીરાબાદ વિસ્તારમાં ભાડના મકાન લઈને રહેતા હતા.
  Published by:ankit patel
  First published:May 08, 2021, 22:48 pm

  ટૉપ ન્યૂઝ