હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ
પ્રતિકાત્મક તસવીર

સરકારી હોસ્પિટલના ગેટ બહાર અઢી કલાક રાહ જોયા બાદ બાઈક ઉપર માતા અને ભાઈ વકીલને લઈને એક અને બે હોસ્પિટલોએ લઈને ભટકતા રહ્યા.

 • Share this:
  રતલામઃ મધ્ય પ્રદેશના (MadhyaPradesh) કોરોનાની બીજી લહેર (coronavirus second wave) આતંક મચાવી રહી છે. લોકો હોસ્પિટલ (hospital) પહોંચતા પહેલા જ દમ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણ પણે કથળી ગઈ છે. મધ્ય પ્રદેશ સરકારનો દાવાની પોલી ખોલતી એક ઘટના સામે આવી છે. અહીં એક વકીલને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ન મળી. પરિવાર કલાકો સુધી રાહ જોતો રહ્યો. પરંતુ પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળી. છેવટે માતા અને ભાઈ બાઈક ઉપર વકીલને (advocate) હોસ્પિટલ પહોંચાડવા માટે બાઈક ઉપર લઈ ગયા પરંતુ ચાલુ બાઈકે જ વકીલે દમ તોડી દીધો હતો.

  એકથી બીજી અને બીજીથી ત્રીજી હોસ્પિટલોમાં ભટક્યા પરંતુ ન મળી સારવાર


  રતલામ શહેર નિવાસી 40 વર્ષીય વકીલ સુરેશ ડાગરની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત ખરાબ હતી. ચાર મે મંગળવારે તેની તબિયત અચાનક બગડી હતી. આવી સ્થિતિમાં પીડિતને માતા અને ભાઈ બાઈક ઉપર સરકારી હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. પરંતુ ત્યાં અઢી કલાક રાહ જોયા બાદ પણ દર્દીની સારવાર ન થઈ. ત્યારબાદ પરિજન દુઃખી થઈને દર્દીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં પણ સારવાર ન મળી. પરિજન બાઈક ઉપર ત્રીજી હોસ્પિટલ જવા નીકળી પડ્યા. પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ વકીલના શ્વાસ થંભી ગયા હતા.

  માતા બોલી મારા પુત્રને સરકારી સિસ્ટમે મારી નાખ્યો
  પોલીસકર્મચારીઓ જ્યારે પીડિત પરિવારને જોવા ગયા ત્યારે તરત જ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. ત્યારબાદ વકીલ સુરેશને રતલામ મેડિકલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રડતા રડતા માતા બોલી કે જો સમયસર એમ્બ્યુલન્સ અને સારવાર મળી હોત તો તેનો પુત્ર અત્યારે જીવતો હોત. અમે મારા પુત્રને લઈને અહીં તઈ ભટકતા રહ્યા હતા. પરંતુ મદદ માટે કોઈ આવ્યું નહીં.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કોરોનાની દવા ગણાવી પુત્રી-પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પિતાએ પણ ઝેર પીધું, સુસાઈડ નોટમાં લખ્યું કરાણ

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક તસવીરો! રાજકોટ: ધોરાજીમાં મીની ટ્રેક્ટરમાં દર્દીને નાંખી લઈ જવાયો સારવાર માટે

  આ પણ વાંચોઃ-સુરતઃ બિન ન ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂક્યો, 'હલકી' હરકત CCTVમાં કેદ

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

  60 નવા બેડનો બન્યો કોવિડ વોર્ડ છતાં ન થઈ સારવાર
  નવાઈની વાત તો એ છે કે જ્યારે પરિવારજન વકીલ સુરેશ ડાંગરને લઈને મેડિકલ કોલેજ ગેટ નંબર-2 ઉપર સારવાર માટે રાહત જોઈને બેઠા હતા ત્યારે મેડિકલ કોલેજમાં 60 નવા બેડ વાળો વોર્ડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આમ છતાં પણ એવું કહીને અંદન ન આવવા દિધા કે કોઈ બેડ ખાલી નથી.  માનવામાં આવી રહ્યું છે કે જે સમયે આ બધું થયું ત્યારે ધારાસભ્ય ચૈતન્ય કશ્યપ અને જિલ્લા કલેક્ટરની સાથે તમામ મોટા અધિકારીઓ પણ હાજર હતા. આમ છતાં પણ ત્યાંથી પાછો મોકલી દીધા હતા.
  Published by:ankit patel
  First published:May 06, 2021, 00:07 am

  ટૉપ ન્યૂઝ