Home /News /national-international /50 હજાર વર્ષમાં પહેલી વાર આપને હિમયુગનો ધૂમકેતુ જોવા મળશે, આવતા મહિને નરી આંખે જોઈ શકશો

50 હજાર વર્ષમાં પહેલી વાર આપને હિમયુગનો ધૂમકેતુ જોવા મળશે, આવતા મહિને નરી આંખે જોઈ શકશો

આવતા મહિને ધૂમકેતુ જોઈ શકશો

આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં અંતરિક્ષમાંથી એવો મહેમાન આવી રહ્યો છે, જે આ અગાઉ હિમયુગમાં આવ્યો હતો. એટલે કે, લગભગ 50 હજાર વર્ષ પહેલા.

    આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં અંતરિક્ષમાંથી એવો મહેમાન આવી રહ્યો છે, જે આ અગાઉ હિમયુગમાં આવ્યો હતો. એટલે કે, લગભગ 50 હજાર વર્ષ પહેલા. ત્યાર બાદ તે ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પણ હવે પછીનું ચક્કર 50 હજાર વર્ષ બાદ જ આવશે. આ એક ધૂમકેતુ છે. જો આપના વિસ્તારનું આકાશ સાફ રહેશો, તો આપ પણ નરી આંખે તેને જોઈ શકશો. તેને જોવા માટે કોઈ દૂરબીન અથવા ટેલીસ્કોપની જરુર પડશે નહીં.

    આ પણ વાંચો: ઉત્તરાખંડ: જોશીમઠમાં કુદરતનો કહેર: જમીન ધસી રહી છે, 600 પરિવારોને ત્યાંથી હટી જવાના આદેશ

    આ ધૂમકેતુનું નામ છે C/2022 E3 (ZTF).તેને ગત વર્ષ માર્ચમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારથી સતત તેને શોધનારા કેલિફોર્નિયાના જ્વિકી ટ્રાંસજિએંટ ફેસિલિટીના વૈજ્ઞાનિક તેનું ટ્રેકિંગ કરી રહ્યા છે. તે 12 ફેબ્રુઆરીએ ધરતીની નજીકથી 4.20 કરોડ કિમી દૂરથી નીકળશે. આ અગાઉ તે 50 હજાર વર્ષ પહેલા અપર પૈલિયોલિથિક કાળમાં આવ્યો હતો. ત્યારે હિમયુગ હતો. આપણા માણસની આધુનિક પ્રજાતિ હોમો સેપિયંસ પણ નહોતી.



    તે સમયે નિએંડરથલ માનવ ધરતી પર ફકતા હતા. હાથીની જગ્યા મૈમથ હતા. તે સમયે પ્રદૂષણ થતાં નહોતા. આકાશ સ્પષ્ટ રહેતા હતા. બની શકે કે, આપણા પૂર્વજોએ આ ધૂમકેતુને જોયો હોય, આપણા નસીબ સારા છે કે, આ યુગમાં તે ધરતીની નજીકથી પસાર થશે અને આપણે તેને જોઈ શકીશ. આ ખૂબ જ રોશનીવાળો ધૂમકેતુ છે. મોટા ભાગે ધૂમકેતુ આવવા-જવાની અને ચમકવાની ભવિષ્યવાણી કરી શકતા નથી. તે ઘણી વાર પોતાની દિશા બદલતા રહે છે.

    જો આપ ધરતીના ઉત્તરી ગોળાર્ધમાં રહો છો, તો તેને જોઈ શકશો. આકાશ ડાર્ક અને સાફ રહેશે તો ખુલ્લી આંખોથી જોઈ શકાશે નહીંતર દૂરબીન અથવા ટેલીસ્કોપની મદદ લઈ શકશો. આ જોવનો યોગ્ય અને સટીક સમય સવાર થાય તે પહેલાનો છે. તે આપને આકાશ ઉત્તર પશ્ચિમ તરફથી દેખાશે. દક્ષિણી ગોળાર્ધના લોકોને તે ફક્ત ફેબ્રુઆરીના શરુઆતી દિવસોમાં જ દેખાશે. આ અગાઉ 21 જાન્યુઆરીએ પણ મોકો મળી શકે છે. તે દિવસે નવો ચાંદ હશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Space અંતરિક્ષ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन