Home /News /national-international /

કેન્દ્ર સરકારમાં લેટરલ એન્ટ્રી, વરિષ્ઠ પદો માટે UPSCએ ફાઇનલ કર્યા 31 નામ

કેન્દ્ર સરકારમાં લેટરલ એન્ટ્રી, વરિષ્ઠ પદો માટે UPSCએ ફાઇનલ કર્યા 31 નામ

સંયુક્ત સચિવ માટે 295, નિર્દેશક સ્તરના પદો માટે 1247 અને ઉપ સચિવ સ્તરના પદો માટે 489 અરજી મળી હતી

Lateral Recruitment- લેટરલ એન્ટ્રી દ્વારા UPSCની ત્રણ ચરણો વાળી પરીક્ષા પાસ કર્યા વગર પણ પ્રશાસનિક અધિકારી બનાવવામાં આવે છે

  નવી દિલ્હી : કેન્દ્ર સરકારમાં (Government of India)વિભિન્ન સિનીયર પદો પર લેટરલ એન્ટ્રી (Lateral Recruitment)માટે ઇન્ટરવ્યૂ દ્વારા યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC)31 નામ ફાઇનલ કર્યા છે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે (DoPT) 14 ડિસેમ્બર 2020 અને 12 ફેબ્રુઆરી 2021ના રોજ UPSCથી સંવિદા/પ્રતિનિયુક્તિ આધારે કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયો/વિભાગોમાં સંયુક્ત સચિવ/ઉપ સચિવના પદ પર સામેલ કરવા માટે યોગ્ય ઉમેદવારોને પસંદ કરવા અનુરોધ કર્યો હતો.

  યૂપીએસસીએ 6 ફેબ્રુઆરી 2021ના રોજ ઓનલાઇન ભરતી અરજી દ્વારા સંયુક્ત સચિવ/નિર્દેશક સ્તરની ભરતી પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 22 માર્ચ 2021 હતી. આ સાથે ઉપ સચિવ પદો માટે 20 માર્ચે ભરતી પ્રક્રિયાની શરૂઆત થઇ હતી અને અરજી કરવાની અંતિમ તારીખ 3 મે હતી. સંયુક્ત સચિવ માટે 295, નિર્દેશક સ્તરના પદો માટે 1247 અને ઉપ સચિવ સ્તરના પદો માટે 489 અરજી મળી હતી.

  આ પણ વાંચો - 68 વર્ષ પછી એર ઇન્ડિયાની ઘર વાપસી, હવે રતન ટાટા સંભાળશે કમાન, સરકારે લગાવી મોહર

  27 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2021 સુધી ઇન્ટરવ્યુ યોજાયું હતું, 31 નામ ફાઇનલ

  ઉમેદવારોએ દાખલ કરેલ ઓનલાઇન અરજી પત્રોના આધારે યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને 231 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કર્યા હતા. 27 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2021 સુધી ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું અને 31 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

  શું છે લેટરલ એન્ટ્રી

  લેટરલ એન્ટ્રી દ્વારા UPSCની ત્રણ ચરણો વાળી પરીક્ષા પાસ કર્યા વગર પણ પ્રશાસનિક અધિકારી બનાવવામાં આવે છે. લેટરલ એન્ટ્રી દ્વારા ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞોને સીધા જોઇન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર પદ પર નિયુક્તિ મળે છે. આ પરીક્ષામાં ઇન્ટરવ્યુ દ્વારા સિલેક્શન કરવામાં આવે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Lateral Recruitment, UPSC, કેન્દ્ર સરકાર

  આગામી સમાચાર