માઉન્ટઆબુમાં અજાણ્યા પ્રેમી યુગલનાં મૃતદેહ મળતાં ભારે ચકચાર

જંગલ વિસ્તારમાં એક જ ઝાડની ડાળીએ રસ્સીથી ગળે ફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી...

જંગલ વિસ્તારમાં એક જ ઝાડની ડાળીએ રસ્સીથી ગળે ફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી...

 • Share this:
  માઉન્ટઆબુમાં અજાણ્યા પ્રેમી યુગલનાં મૃતદેહ મળવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી.

  ગુજરાતી પર્યટકોનું મીની કાશ્મીર એવા માઉન્ટ આબુમાં પ્રેમી યુગલનાં મૃતદેહ મળતાં ભારે ચકચાર જોવા મળી રહી છે. માઉન્ટ આબુના માચ ગામ વિસ્તારમાં યુવક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માઉન્ટ આબુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમાટમ માટે માઉન્ટઆબુની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. મરનાર બન્ને યુવક યુવતી ક્યાંનાં છે તેની હજી સુધી કોઇ ભાળ મળી નથી.

  આ બાબતે માઉન્ટઆબુનાં પી. આઇ ભુપેન્દ્રસીંહ તપાસ ચલાવી રહ્યા છે. તસ્વીરો જોતા સાફ લાગી રહ્યુ છે કે એક સાથે જીવવા મરવાના કોલ કર્યા હોય તેમ બંને જણે જંગલ વિસ્તારમાં એક જ ઝાડની ડાળીએ રસ્સીથી ગળે ફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી સાથે મરવાના કોલ નિભાવ્યો.

  માઉન્ટઆબુ એ ગુજરાતીઓ માટે મીની કાશ્મીર સમાન છે. જ્યાં હજારો ગુજરાતી પર્યટોકોની રોજીંદા અવર જવર કરતાં હોય છે. ત્યારે માઉન્ટઆબુનાં માચ ગામ વિસ્તારમાં એક યુવક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં માઉન્ટઆબુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બન્ને પ્રેમી યુગલનાં લટકતાં મૃર્તદેહને નીચે ઉતારવાની કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમાટમ માટે માઉન્ટઆબુની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જોકે, જોકે આ મરનાર બન્ને યુવક યુવતી ક્યા નાં છે તેની હજી કોઇ ભાળ મળી નથી આ બાબતે માઉન્ટઆબુનાં પી. આઇ ભુપેન્દ્રસીંહ તપાસ ચલાવી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: