liveLIVE NOW

Lata Mangeshkar સ્વરકોકિલા અનંતની સફરે: લતા મંગેશકર પંચ મહાભૂતોમાં વિલિન, ભાઈએ આપ્યો મુખાગ્ની

Lata Mangeshkar death live update: લતા મંગેશકરના નિધનના સમાચારથી આખો દેશ શોકમગ્ન થઇ ગયો છે.

  • News18 Gujarati
  • | February 06, 2022, 23:33 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    20:26 (IST)

    રાજકિય સમ્માન સાથે અપાઈ વિદાય

    19:37 (IST)

    પંચમહાભૂતોમાં વિલીન થયા લતા મંગેશકર, ભાઈ હૃદયનાથ મંગેશકરે ભારે હૈયે આપી મુખાગ્ની, રાજકિય સમ્માન સાથે અપાઈ વિદાય

    19:0 (IST)

    સચિન ટેન્ડુલકર અને શાહરૂખ ખાન શિવાજી પાર્કમાં દીદીને આપી શ્રદ્ધાંજલિ

    18:51 (IST)

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્કમાં દિગ્ગજ ગાયિકા સતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ

    18:29 (IST)

    ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પહોંચ્યા, પીએ મોદીને રિસીવ કરવા માટે એરપોર્ટ ઉપર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે હાજર રહ્યા

    17:52 (IST)

    કર્નાટકમાં બે દિવસનો રાજકીય શોકની જાહેરાત
    મહાન ગાયિકા લતા મંગેશકરના સમ્માનમાં કર્ણાટક સરકારે બે દિવસનો રાજકીય શોકની ઘોષણા કરી છે. સીએમ બસવરાજ બોમ્માઈએ કહ્યું કે દરેક સાર્વજનિક મનોરંજન કાર્યક્રમ આ દરમિયાન રદ રહેશે. અને રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.

    17:50 (IST)

    કર્નાટકમાં બે દિવસનો રાજકીય શોકની જાહેરાત
    મહાન ગાયિકા લતા મંગેશકરના સમ્માનમાં કર્ણાટક સરકારે બે દિવસનો રાજકીય શોકની ઘોષણા કરી છે. સીએમ બસવરાજ બોમ્માઈએ કહ્યું કે દરેક સાર્વજનિક મનોરંજન કાર્યક્રમ આ દરમિયાન રદ રહેશે. અને રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.

    17:33 (IST)

    સચિન તેંડુલકરે આપી શ્રદ્ધાંજલ
    સચિન તેંડુલકરે ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે લતા દીદીના જીવનનો ભાગ બનવા માટે તેઓ ખુદ પોતાને શૌભાગ્ય શાળી માને છે. તેમણે હંમેશા મને પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે. તેમના જવાથી મને લાગે છે કે મારા જીવનનો એક ભાગ ખોવાઈ ગયો છે. તે હંમેશા પોતાના સંગીતના માધ્યમથી આપણું દિલ જીતતા રહેશે.

    17:6 (IST)

    લતા મંગેશકરના પાર્થિવ દેહને શિવાજી પાર્ક લઈ જવા નીકળ્યા

    લતા મંગેશકરની અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરુ થઈ ગઈ. સ્વર સામ્રાજ્ઞીના આજે સાંજે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર થશે. તેમના પાર્થિવ શરીરને નિવાસ સ્થાન પ્રભુકુંજથી લઈને શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તેમના અંતિમ દર્શન માટે હજારો ભીડ એકઠી થઈ છે.

    17:3 (IST)

    પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આગામી 15 દિવસ સુધી દરેક સાર્વજનકિ સ્થાન, ટ્રાફિક સિગ્નલ ઉપર ભારત રત્ન લતા મંગેશકરના ગીતો વગાડવાની કરી જાહેરાત

    લતા મંગેશકર (Lata Mangeshkar) નું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.

    લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા