લતા મંગેશકરની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત લવાયા

News18 Gujarati
Updated: November 12, 2019, 8:36 AM IST
લતા મંગેશકરની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત લવાયા
શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની ફરિયાદ બાદ બપોરે દાખલ કરાયા હોવાનો અહેવાલ

શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની ફરિયાદ બાદ બપોરે દાખલ કરાયા હોવાનો અહેવાલ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બૉલિવૂડની (Bollywood)ની દિગ્ગજ ગાયિકા (singer) લતા મંગેશકર (Mangeshkar)ની તબિયત લથડી હોવાના અહેવાલ છે. લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદના પગલે આજે બપોરે મુંબઈની (Mumbai)ની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં (Breach candy) દાખલ (Admit) કરાયા હતા જોકે, ટૂંકી સારવાર બાદ તેમને પરત ઘરે લવાયા છે. લતા મંગેશકરેને છાતીમાં ઇન્ફેક્શન હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી જેના પગલે તેમને તાત્કાલિક વૅન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા. પી.ટી.આઈના અહેવાલ મુજબ હૉસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગાના તબીબ ડૉ. ફારોખ ઉદવાડિયા લતા મંગેશકરની સારવાર કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને બપોરે 2.00 વાગે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને છાતીમાં ઇન્ફેક્શન હોવાનું સારવારમાં જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : નવા આકર્ષણો બાદ દિવાળીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુલાકાતીઓમાં 50%નો વધારો

90 વર્ષના મંગેશકરે હિંદી ફિલ્મોમાં 1,000 કરતાં વધારે ગીતો ગાયા છે. વર્ષ 2001માં તેમને ભારત રત્ન ઍવોર્ડથી નવાજમાં આવ્યા હતા. 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતા મંગેશકર આજીવન 'લતા દીદી'ના નામથી જ જાણીતા થયા છે. તેમણે 36 ભાષામાં અનેક યાદગાર ગીતો ગાયા છે અને હજુ પણ તેઓ પ્લેબેક કરે છે.પી.એમ. મોદીએ મન કી બાતમાં વાતચીત સંભળાવી હતી 

થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લતા મંગેશકર સાથેની વાતચીત સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે લતા દીદી મારા મોટા બહેન જેવા છે અને હું અનેક વાર તેમના આશિર્વાદ લેવા ગયો છું.
First published: November 11, 2019, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading