પાકિસ્તાન : પ્લેન ક્રેશની અંતિમ ભયાવહ ક્ષણ, પાયલટનો અંતિમ સંદેશો આવ્યો બહાર

પાકિસ્તાન : પ્લેન ક્રેશની અંતિમ ભયાવહ ક્ષણ, પાયલટનો અંતિમ સંદેશો આવ્યો બહાર

વિમાનમાં 107 લોકો સવાર હતા. જેમાં 37 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં (Pakistan)એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. લાહોરથી કરાચી જઈ રહેલું પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)નું વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ (Plane Crash) થયું છે. વિમાનમાં 107 લોકો સવાર હતા. જેમાં 37 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

  પ્લેન ક્રેશ થયાના ઠીક પહેલા પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલર વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. ફ્લાઇટ ટ્રેકિંગની એક વેબસાઇટે આ વાતચીતને રેકોર્ડ કરી છે. વાતચીતમાં ફ્લાઇટનો પાઇલટ પોતાના અંતિમ સંદેશામાં કહી રહ્યો છે કે તેના વિમાનના બંને એન્જીને કામ કરવાનું બંધ કરી દીધું છે. આ પછી ઓડિયો કટ થઈ જાય છે અને વિમાન ક્રેશ થઈ જાય છે.

  આ વાતચીતને liveatc.net નામની વેબસાઇટે રેકોર્ડ કરી છે. આ વેબસાઇટ આખી દુનિયાની એવિયેશન પર નજર રાખે છે. પાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર PK 8303નો પાયલટ કહે છે કે વિમાનના બંને એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું છે. આ પછી તે Mayday, Mayday કહેવા લાગે છે. આ સંદેશ ઇમરજન્સી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પાયલટ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

  આ પણ વાંચો - પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના : પૅસેન્જર વિમાન ઘર પર પડ્યું, 107 લોકો સવાર હતાં

  પાયલટ અને એટીસી વચ્ચે અંતિમ સંદેશ આ પ્રકારે હતો

  પાયલટ - PK 8303 અપ્રોચ
  એટીસી - જી, સર
  પાયલટ - અમે લોકો ડાબે વળી રહ્યા છીએ
  એટીસી - કન્ફોર્મ
  પાયલટ - અમે લોકો સીધા જઈ રહ્યા છીએ. અમારા બંને એન્જીને કામ કરવાનું બંધ કરી દીધું છે
  એટીસી - કન્ફોર્મ. તમે વેલી લેન્ડિંગનો પ્રયત્ન કરો
  પાયલટ - (અવાજ સંભળાતો નથી)
  એટીસી - 2 5 રનવે ઉપલબ્ધ છે
  પાયલટ - રોજર
  એટીસી - પાકિસ્તાન 8303, રોજર સર, બંને રનવે લેન્ડ માટે તૈયાર છે.

  આ પછી ઓડિયો કટ થઈ જાય છે. થોડા સમય પછી ફ્લાઇટ કરાચીના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ જાય છે.
  Published by:Ashish Goyal
  First published: