કમાન્ડો નીમા તેંજિનની અંતિમ વિદાય માટે મોટી સંખ્યા આવ્યા તિબ્બતી લોકો, ચીનને આપ્યો કડક સંદેશ

નીમા તેંજિંનની અંતિમ વિદાય

શહીદ નીમા તેંજિનની છેલ્લી વિદાય પર મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. અહીં વિકાસ રેજિમેંટ ઝિંદાબાદ નારા આકાશમાં ગૂંજી ઉઠ્યા હતા.

 • Share this:
  લેહમાં ભારત (India) માટે શહીદ થયેલા તિબ્બતિયન કમાન્ડો નીમા તેંજિંન (commando nyima tenzin) સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શહીદ નીમા તેંજિનની છેલ્લી વિદાય પર મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. અહીં વિકાસ રેજિમેંટ ઝિંદાબાદ નારા આકાશમાં ગૂંજી ઉઠ્યા હતા. નીમા તેંજિનની અંતિમ યાત્રામાં બીજેપી નેતા રામ માધવ પણ સામેલ થયા હતા.

  ભારતની તિબ્બતી કમાન્ડોના બલિદાનને માન્યતા આપવા માટે પબ્લિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચીનને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. નીમા તેંજિનની અંતિમ વિદાય પર તિબ્બત અને ભારતના ઝંડા લાગ્યા હતા. સાથે જ તિબ્બતની આઝાદીના નારા પણ ગૂંજ્યા હતા.


  ઉલ્લેખનીય છે કે નીમા તેંજિન ભારતના સુપર સીક્રેટ વિકાસ રેજિમેન્ટના કમાન્ડો હતા જે વિકાસ રેજિમેન્ટ સ્પેશલ ફ્રંટિયર ફોર્સનો ભાગ હતા. 29-30 ઓગસ્ટની રાતે લદાખના પેંગોંગ લેકના દક્ષિણી કિનારા પર ચીની સેનાએ ધૂસણખોરી કરી હતી જેને ભારત સેનાએ નાકામ કરી હતી અને નીમા તેંજિન એક લેન્ડ માઇન્સની ચપેટમાં આવી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું.  ઉલ્લેખનીય છે કે ચીની જે રીતે ફરી એક વાર ભારતને દગો આપવાનો પ્રયાસ કર્યો હતો. જેને વિકાસ રેજિમેન્ટના આ જવાનોએ ધ્વસ્ત કર્યો હતો. અને આ ઓપરેશન પછી ભારતે એક સ્ટ્રેટિજિક હાઇટ પર પોતાનો અધિકાર જમાવવામાં સફળતા મેળવી હતી. જેની પર ચીની સેનાની લાંબા સમયથી નજર હતી.
  Published by:Chaitali Shukla
  First published: