Home /News /national-international /શ્રદ્ધા અને આફતાબની લવ સ્ટોરી, હત્યા પહેલાની છેલ્લી ટ્રિપ, ઋષિકેશમાં બનાવી હતી ઈન્સ્ટાગ્રામ રીલ

શ્રદ્ધા અને આફતાબની લવ સ્ટોરી, હત્યા પહેલાની છેલ્લી ટ્રિપ, ઋષિકેશમાં બનાવી હતી ઈન્સ્ટાગ્રામ રીલ

લિવ-ઇન પાર્ટનરે પ્રેમિકાના 35 ટુકડા કર્યા

દિલ્હીમાં 5 મહિના પહેલા લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવક આફતાબે પોલીસને જણાવ્યું કે તેણે 26 વર્ષની શ્રદ્ધા વોકરની કેવી રીતે અને શા માટે હત્યા કરી. આરોપીએ જણાવ્યું કે 18 મેના રોજ તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યારે , હવે શ્રદ્ધાની ઇન્સ્ટાગ્રામ રીલ સામે આવી છે, જે તેની હત્યાના થોડા દિવસો પહેલાની છે.

વધુ જુઓ ...
  દિલ્હીમાં 5 મહિના પહેલા લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવક આફતાબે પોલીસને જણાવ્યું કે તેણે 26 વર્ષની શ્રદ્ધા વોકરની કેવી રીતે અને શા માટે હત્યા કરી. આરોપીએ જણાવ્યું કે 18 મેના રોજ તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યારે , હવે શ્રદ્ધાની ઇન્સ્ટાગ્રામ રીલ સામે આવી છે, જે તેની હત્યાના થોડા દિવસો પહેલાની છે.

  શ્રદ્ધાની આ છેલ્લી ટ્રિપ કહેવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાએ 4 મેના રોજ આ ટ્રિપની રીલ અપલોડ કરી હતી. તેમાં તે ગંગાના કિનારે બેઠેલી જોવા મળી હતી. આ વીડિયો ઉત્તરાખંડના ઋષિકેશનો છે. તેણે ઈન્સ્ટાગ્રામ રીલની સાથે એક કેપ્શન પણ લખ્યું છે, જે દર્શાવે છે કે શ્રદ્ધાને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો. તેને પ્રવાસનો શોખ હતો.


  View this post on Instagram


  A post shared by Shraddha (@thatshortrebel)


  આ પણ વાંચોઃ શ્વાનની બહેરમીથી હત્યા, ફાંસીના ફંદા પર લટકાવી તડપાવી તડપાવી ને મારી નાખ્યો, વીડિયો વાયરલ

  શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ રીલમાં લખ્યું, "તો મૈને રીલ બનાને કી કોશિશ કી... 1500 કિલોમીટરની મુસાફરી કર્યા પછી મેં સૂર્યાસ્તના નજારા સાથે મારો દિવસ સમાપ્ત કરવાનું નક્કી કર્યું. હું વશિષ્ઠ ગુફામાં ગંગાના કિનારે ગઈ. કોણ જાણતું હતું કે હું ગંગાના શુદ્ધ કિનારે બેસીને આ સ્થળની સુંદરતાને નિહારતા આ રીતે સમય વિતાવીશ.

  શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કરતાં આફતાબે હત્યા કરવાનું કાવતરું ઘડ્યું


  પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને 18 દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે.

  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 મેના રોજ આરોપી આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન શ્રદ્ધા બૂમો પાડી રહી હતી. આરોપી આફતાબે શ્રદ્ધાનું મોઢું દબાવી દીધું, જેથી આસપાસના લોકો અવાજ ન સાંભળી શકે અને આ દરમિયાન શ્રદ્ધાનું મોત થઈ ગયું. શ્રદ્ધાને મૃત જોઈને આફતાબ ગભરાઈ ગયો, ત્યાર બાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે પાડવાનું વિચાર્યું હતું.

  મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયાં. અહીં બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા અને પહેલા તો બધું બરાબર ચાલતું હતું. પરંકુ શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને 18 દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે.

  દીકરીએ ફોન ઉપાડવાનું બંધ કરતાં પરિવારજનો દિલ્હી પહોંચી ગયા હતા


  18 મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ચિંતા થતાં પિતા વિકાસ મદન દીકરીની હાલત જાણવા 8મી નવેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. પિતાને દિલ્હીમાં દીકરી ન મળતાં તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પુત્રીના અપહરણનો આરોપ લગાવ્યો હતો. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી મુંબઈના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં તેની મુલાકાત આફતાબ નામના યુવક સાથે થઈ અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Crime news, Girlfriend, Instagram Reels, Killed, Shraddha Murder Case, હત્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन