સુહાસ મુંશી, છત્તીસગઢ : 'ચિંતિત શુભ્રાંશું ચૌધરીનું કહેવું છે કે, માઓવાદી પોતાના કમાન્ડરોના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની તર્જ પર એક અલગ-અલગ ગ્રુપમાં ફેરફાર થઈ જાય તે પહેલા આપણી પાસે માત્ર પાંચ વર્ષનો સમય છે. ' ચૌધરીએ ધ ગાર્ડીયન માટે રિપોર્ટીંગ કર્યું છે અને ત્યારબાદ બીબીસી માટે ટેલિવિઝન અને રેડિયો પ્રોડ્યુસર તરીકે દક્ષિણ એશિયા બ્યુરોમાં કામ કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી તે રાજ્ય દળ અને માઓવાદી વચ્ચે હિંસાના કારણે વિસ્થાપિત થયેલા આદિવાસીઓ માટે શરૂ કરવામાં આવેલી 'નવી શાંતી પ્રક્રિયા'ના સંયોજક છે.
ચૌધરી લોકોની વાત જાણવા માટે હમણાં જ ગોંડી, હલબી અને હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવેલા અભિયાન વિશે વાત કરી રહ્યાહતા. આ અભિયાનની શરૂઆત સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે હિંસાના ચક્રને કેવી રીતે સમાપ્ત કરવામાં આવે આ મામલે આદીવાસીઓનું શું માનવું તે માટે શરૂ કરવામાં આવ્યું છે.
'ચૌધરીએ કહ્યું કે, શિર્ષ માઓવાદી નેતા આગામી પાંચ વર્ષમાં કોઈ પણ સમયે મરી શકે છે અને ત્યારબાદ આ પુરૂ સંગઠન સ્થાનીક કમાન્ડરોના હાથમાં આવી જશે કેમ કે, આ સંગઠનમાં હવે એવા રાજનૈતિક નેતાઓ નથી, જે આનું નેતૃત્વ સંભાળી શકે. દરેક વિસ્તારમાં પોતાના કમાન્ડર હશે અને આપસમાં જ તેમના વચ્ચે લડાઈ-ઝગડા શરૂ થઈ જશે. જેવું આપણે ઝારખંડ અને અફઘાનિસ્તાનમાં જોયું હતું કે આ સ્થિતિ ગેંગવોરમાં બદલાઈ શકે છે, અને તેના કારણે ખુબ ખૂન-ખરાબા થશે,. અમે કોઈ રસ્તો શોધવાની કોશિશ કરી રહ્યા છીએ, જેથી આવી સ્થિતિનું નિર્માણ ન થાય અને હાલના સમયમાં જે હિંસાનું ચક્ર ચાલી રહ્યું છે તે રોકી શકાય.'
આ પણ વાંચો -
આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, Gold-Silver કરતા પણ મોંઘી, કિંમત સાંભળી હોશ ઉડી જશે
આ ઓપિનિયન પોલ અંતિમ પ્રયાસ માટે છે. પૂરા છત્તીસગઢના આદિવાસીઓને કહેવામાં આવી રહ્યું છે કે, તે 7477288444 પર કોલ કરે, જેમાં તેમની પસંદની ભાષામાં પોતાની કસાહ આપવાનું કહેવામાં આવે છે કે સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચેની લડાઈને વાતચીતથી ખતમ કરવામાં આવે કે, લડાઈથી. આ ફોન નંબર આ વર્ષે 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને આ પોલના પરિણામની જાહેરાત 'ચુપ્પી તોડો' (બ્રેક ધ સાયલેન્સ) ઈ-રેલીમાં કરવામાં આવશે. આ રેલીનું આયોજન ગાંધી જયંતી પર એનપીપી કરી રહી છે.
'અમે લોકો આ બધા વચ્ચે અનેક બેઠક પણ કરીશું, જેનું નામ છે 'ચેકલે માંદી'. ગોંડીના આ શબ્દનો અર્થ છે 'શાંતી અને ખુશહાલી માટે બેઠક', જેમાં બંને પક્ષના હિંસાનો શિકાર બનેલા લોકો સાથે બેસશે અને આ મામલે સંભવિશ સમસ્યાના નિરાકરણ માટે પોતાની સલાહ આપશે, જેથી મધ્ય બારતમાં માઓવાદી હિંસાને સમાપ્ત કરી શકાય.
ચૌધરીનું કહેવું છે કે, તેમનો આ હસ્તક્ષેપ 'સત્ય અને સુલહ આયોગ'નું રૂપ લઈ શકે છે, જેમ કે, દક્ષિણ આફ્રિકામાં રંગભેદના અંતિમ દિવસોમાં 1995માં થયું હતું.
છેલ્લા 20 વર્ષમાં 12000થી વધારે લોકોના મોત માઓવાદી હિંસામાં થયા છે, જેમાં 2700 પોલીસકર્મી પણ સામેલ છે, અને 50,000થી વધારે લોકો જેમાં મોટાભાગના આદિવાસી છે, વિસ્થાપિત થયેલા. ચૌધરીનું કહેવું છે કે, 'અશાંતીને લઈ અહીં ખુબ અશાંતી છે. અમે આ ચુપ્પીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ'
ચૌધરી પોતાના સીજીનેટ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમુદાયમાં જાગરૂપતા લાવવાના કામમાં પહેલાથી જ જોડાયેલા છે. આ હેઠળ બ્લુટૂથ અને ઈન્ટરનેટને ફોન અને કમ્પ્યુટર સાથે જોડી દૂર-દૂરના વિસ્તારમાં સામુદાયિક રેડિયોનું રૂપ આપવામાં આવ્યું છે અને તેના માધ્યમથી આદિવાસી લોકોના સ્થાનિક મુદ્દાઓને હલ કરવાની કોશિશ કરવામાં આવે છે. આ વખતે ચૌધરીએ વધારે જટિલ મુદ્દાને પોતાના હાથમાં લીધો છે અને તે આદિવાસી પોતાના ભવિષ્યને કેવી રીતે આકાર આપવા માંગે છે.
ચૌધરીએ કહ્યું કે, 'ખુબ હિંસા થઈ ચુકી. બંને તરફથી લોકો હિંસાનો શિકાર બન્યાછે. હવે આપણી સામે પ્રપશ્ન એ છે કે, શું આપણે આણે આનો શાનદાર અંત લાવી શકીએ છીએ?'