બીજેપી કાર્યકર્તાઓની હત્યા પાછળ લશ્કરનો હાથ, સેનાના નિશાને 3 આતંકી

બીજેપી કાર્યકર્તાઓની હત્યા પાછળ લશ્કરનો હાથ, સેનાના નિશાને 3 આતંકી
બીજેપી કાર્યકર્તાઓની હત્યા પાછળ લશ્કરનો હાથ, સેનાના નિશાને 3 આતંકી

ભારતીય સુરક્ષાબળે હવે આ આતંકીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરી

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીરના (Jammu-Kashmir)કુલગામમાં (Kulgam)ગુરુવારે રાત્રે આતંકવાદીઓના (Terrorist) હુમલામાં માર્યા ગયેલા 3 બીજેપી કાર્યકર્તાઓની હત્યાની જવાબદારી લશ્કરના આતંકવાદીઓએ લીધી છે. ભારતીય સુરક્ષાબળે હવે આ આતંકીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે લશ્કરના ત્રણ આતંકી હાલના સમયે ભારતીય સુરક્ષાબળોના નિશાના પર છે.

  આ ઘટના પર જમ્મુ કાશ્મીર પોલીસના આઈજીનું કહેવું છે કે 5 ઓગસ્ટ પહેલા જ અમારી ટીમે 16થી 19 લોકોના લિસ્ટ તૈયાર કર્યા છે અને આ લોકોને અલગ-અલગ હોટલમાં રાખવામાં આવ્યા હતા. આ લોકોમાં ફિદા હુસૈન પણ હતો. જોકે કેટલાક દિવસો પહેલા જ તે શપથ પત્ર આપીને ઘરે ચાલ્યો ગયો હતો. અમારી ટીમ એ વાતની પણ તપાસ કરી રહી છે કે ફિદા હુસૈન ઘરથી દૂર શું કરવા ગયો હતો. જ્યાં તેની આતંકીઓએ હત્યા કરી દીધી હતી.  આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : કુલગામમાં આતંકી હુમલો, BJP યુવા મોરચાના મહાસચિવ સહિત 3 કાર્યકર્તાઓની હત્યા

  જમ્મુ કાશ્મીરના આઈજીના મતે આ ઘટનાને જોઈને લાગે છે કે આતંકીઓને પહેલા જ ખબર હતી કે બીજેપી કાર્યકર્તા ઘટના બની તે સ્થળે આવવાના છે. બીજેપી કાર્યકર્તાઓની ગાડીનો પહેલાથી જ પીછો કરવામાં આવ્યો હતો. પછી ફાયરિંગ કર્યું હતું. આઈજીએ કહ્યું કે આ પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદ છે. ભારતીય સુરક્ષાબળોના મતે આ આ ઘટનામાં અબ્બાસ શેખ, નિસાર સામેલ છે.

  ગુરુવારે કુલગામમાં બીજેપી યુવા મોરચાના મહાસચિવ સહિત 3 કાર્યકર્તાઓની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જવાબદારી લશ્કર એ તૈયબાના સમર્થક આતંકી સમૂહ ધ રેસિસટેંસ ફ્રેન્ટે લીધી છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ટિકા કરતા દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે હું પોતાના ત્રણ યુવા કાર્યકર્તાઓની હત્યાની ટિકા કરું છું. જમ્મુ કાશ્મીરમાં સારું કામ કરી રહ્યા હતા. દુ:ખના આ સમયમાં મારા વિચાર તેમની સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.
  Published by:Ashish Goyal
  First published:October 30, 2020, 16:23 pm

  ટૉપ ન્યૂઝ