Home /News /national-international /મહંમદ પયગંબરનું કાર્ટૂન બનાવનાર લાર્સ વિલ્ક્સનું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

મહંમદ પયગંબરનું કાર્ટૂન બનાવનાર લાર્સ વિલ્ક્સનું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

મહંમદ પયગંબરનું ચિત્ર બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડનના કલાકાર લાર્સ વિલ્ક્સનું માર્ગ અકસ્માતમાં નિધન. (ફાઇલ તસવીર)

લાર્સ વિલ્ક્સ પોલીસ સુરક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે જ થયો અકસ્માત, બે પોલીસ અધિકારીનાં પણ મોત

સ્ટોકહોમ. મહંમદ પયગંબરનું (Prophet Muhammad) ચિત્ર બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડનના કલાકાર લાર્સ વિલ્ક્સનું (Lars Vilks) માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પોલીસે જાણકારી આપી કે વિલ્ક્સની કાર માર્કરિડના દક્ષિણ શહેરમાં દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. વર્ષ 2007માં મહંમદ પયગંબરનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી જ દુનિયાભરમાં તેને લઈને ઘણો વિવાદ ઊભો થયો હતો. હાલ, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

ચિત્ર પ્રકાશિત થયા બાદથી જ 75 વર્ષીય વિલ્ક્સ (Lars Vilks) પોલીસ સુરક્ષાના ઘેરામાં જ રહેતા હતા. તેમના માથે ઈનામ હતું અને તેમના ઘરને પણ આગ લગાડી દેવામાં આવી હતી. 24 કલાક પોલીસ સુરક્ષામાં રહેનારા વિલ્ક્સ દુર્ઘટના સમયે પણ પોલીસ વાહનમાં જ હતા. આ માર્ગ દુર્ઘટનામાં બે પોલીસ અધિકારીઓનાં પણ મોત થયા છે. પોલીસે જાણકારી આપી છ કે મામલાની તપાસ હજુ ચાલી રહી છે અને દુર્ઘટનાના કારણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ જુઓ, VIDEO: પ્રિયંકાએ દર્શાવી ગાંધીગીરી, કસ્ટડીમાં માર્યું ઝાડૂ

સોમવારે પોલીસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે, આ ખૂબ જ દુખદ ઘટના છે. અમારા માટે એ ખૂબ જરૂરી છે કે અમે આ વાતની તપાસ કરીએ કે આ દુર્ઘટના કેવી રીતે બની અને કયા કારણે ટક્કર થઈ. પોલીસ વિભાગે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, પ્રારંભિક રીતે કંઈ પણ નથી મળ્યું, જે એ વાત પર ઈશારો કરે કે ઘટનામાં કોઈ સામેલ હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિલ્ક્સને મોટા સ્તર પર નિશાનાના રૂપમાં ગણવામાં આવતા હતા.

આ પણ જુઓ, VIDEO: ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું Air Indiaનું વિમાન, લોકો થયા પરેશાન

2015માં કોપેનહેગનમાં બ્રિટનના લેખક સલમાન રશ્દીની વિરુદ્ધ જાહેર ઈરાની ફતવાની 25મી વરસી પર યોજાયેલા કાર્યક્રમમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ કાર્યક્રમમાં વિલ્ક્સ પણ સામેલ થયા હતા. 1946માં હેલ્સિંગબર્ગમાં જન્મેલા વિલ્ક્સે કલાકાર તરીકે લગભગ ચાર દશક સુધી કામ કર્યું. આ દરમિયાન તેઓ કળા ક્ષેત્રમાં અનેક વિવાદાસ્પદ કામોના કારણે ચર્ચામાં રહ્યા.
First published:

Tags: Lars Vilks, Prophet Muhammad, Road accident, Stockholm, પોલીસ