પેરિસમાં એક બેકરીમાં વિસ્ફોટ, કેટલાક લોકો ઇજાગ્રસ્ત

સીડીની મદદથી બ્લિડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા

News18 Gujarati
Updated: January 12, 2019, 6:00 PM IST
પેરિસમાં એક બેકરીમાં વિસ્ફોટ, કેટલાક લોકો ઇજાગ્રસ્ત
સીડીની મદદથી બ્લિડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા
News18 Gujarati
Updated: January 12, 2019, 6:00 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પેરિસમાં એક બેકરીમાં શનિવારે વિસ્ફોટ થતાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ધમાકાથી બેકરીને તો ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પ્રચંડ ધમાકાને લીધે આસપાસની ઇમારતોના કાંચ પણ તૂટી ગયા હતા. શહેરના 9માં જિલ્લા, આવાસ અને શોપિંગ વિસ્તારમાં શનિવારે સવારે લગભગ 9 વાગ્યે વિસ્ફોટ બાદ આગ લાગી હતી.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલી તસવીરોમાં રસ્તા પર કાટમાળ ફેલાયેલો જોવા મળ્યો હતો અને બ્લિડિંગના નીચેના ભાગમાં આગ લાગેલી હતી. વિસ્ફોટ થતાં ત્યાં પાર્કિગમાં પડેલી કાર્સને પણ નુકસાન પહોંચ્યું હતું.

ઘટનાને પગલે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઉપરાંત સીડીની મદદથી બ્લિડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Loading...

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી પેરિસ અને અન્ય શહેરોમાં યેલો વેસ્ટ પહેરીને લોકો પેટ્રોલિયમની વધતી કિંમતોનો વિરોધ કરી રહ્યાં છે. વિરોધ પ્રદર્શન હિંસક થવાના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ આ વિસ્ફોટને વિરોધ પ્રદર્શન સાથે કોઇ સંબંધ નથી.

(એજન્સી ઇનપુટ સાથે)
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...