(બ્રજેશ કુમાર સિંહ, ગ્રુપ કન્સલન્ટિંગ એડિટર)
નવી દિલ્હીઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force-BSF)ને નોર્થ ઈસ્ટ (North East)માં એક મોટી સફળતા હાથ લાગી છે. BSFના જવાનોએ ગુપ્ત સૂચનાના આધારે ગત રાત્રે મિઝોરમ (Mizoram)માં ત્રણ ઉગ્રવાસીઓને ઝડપી પાડ્યા છે. આ ઉગ્રવાદીઓ પાસેથી 28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, 28 મેગેઝિન અને લગભગ 7800 કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓએ હથિયારોના આ મોટા જથ્થાને એક જીપની સીટની નીચે ગુપ્ત બોક્સમાં છુપાવીને રાખ્યા હતા.
આ નોર્થ ઈસ્ટમાં હાલના વર્ષોમાં પકડવામાં આવેલા હથિયારોની સૌથી મોટી ખેપ છે. BSFના ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓને એવી સૂચના મળી હતી કે મ્યાનમારથી હથિયારોનો એક મોટો જથ્થો ભારતમાં આવ્યો છે, જેનો ઉપયોગ મિઝોરમ સહિત નોર્થ ઈસ્ટના વિસ્તારોમાં હિંસક પ્રવૃત્તિઓ માટે થવાનો છે. આ સૂચનાના આધારે BSFએ કાર્યવાહી કરી. ઉગ્રવાદીઓની ઓળખ કરી તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી અને પછી છાપો મારવામાં આવ્યો.

જીપની સીટ નીચે ગુપ્ત બોક્સમાં હથિયારો છુપાવવામાં આવ્યા હતા. (તસવીરઃ News18)
આ પણ વાંચો, લોન માટે SBIની મોટી જાહેરાત, ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ
BSFના દરોડાની કાર્યવાહી મિઝોરમના મામિત જિલ્લાના ફુલડેન વિસ્તારમાં થઈ. ઉગ્રવાદીઓને પકડવાની સાથે જ જ્યારે જીપની ઝીણવટભરી તપાસ કરવામાં આવી તો વચ્ચેની સીટની નીચે ગુપ્ત ખાના જેવું બોક્સ જોવા મળ્યું, જેમાં હથિયારોનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યા હતા. જ્યારે હથિયારોને બહાર કાઢવામાં આવ્યા તો જાણવા મળ્યું કે બોક્સની અંદર એક-બે નહીં પરંતુ 29 રાઇફલોમાં જેમાં 28 AK-47 રાઇફલો અને એક AK-74 રાઇફલ સીરીઝની છે. સામાન્ય રીતે AK-47 સીરીઝના હથિયારોનો ઉપયોગ દુનિયાભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં કરવામાં આવતો હોય છે. જે શૂટિંગ ગન જપ્ત કરવામાં આવી છે તે પણ અમેરિકન બનાવટની છે અને તે દેશમાં પ્રતિબંધિત છે.
હથિયારોની આ મોટી ખેપની સાથે જ ઉગ્રવાદીઓની પાસેથી રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ગત રાત્રે BSFએ આ મોટી કાર્યવાહી કરી. એઝવાલ સેક્ટરની અંદર આવનારા ફુલડેન વિસ્તારમાં BSFની 90મી બટાલિયન તૈનાત છે. ઉગ્રવાદીઓને પકડ્યા બાદ તેમને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આ મામલામાં વધુ તપાસ ચાલુ છે. પકડાયેલા ત્રણેય ઉગ્રવાદી નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT) નામના ઉગ્રવાદી સંગઠન સાથે જોડાયેલા છે.

ઉગ્રવાદીઓ પાસેથી 28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, 28 મેગેઝિન અને 7800 કારતૂસ જપ્ત. (તસવીરઃ News18)
આ પણ વાંચો, UP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન
BSFના નવા ડીજી રાકેશ અસ્થાના (BSF DG Rakesh Asthana, એ ચાર્જ સંભાળતાની સાથે જ ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીની વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. તે હેઠળ BSFની અંદર ઇન્ટેલિજન્સ જાણકારી એકત્ર કરનારી G-Branchને મજબૂત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સરહદ પર ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી સતત પેટ્રોલિંગ વધારવામાં આવી રહી છે. આ જ કારણ છે કે હાલના સપ્તાહમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ સહિત તમામ સરહદી રાજ્યોમાંથી મોટાપાયે હેરોઇન જેવા નશીલા પદાર્થોની સાથે જ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.