જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં મંગળવારે ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. (ફોટો- ANI)
જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પ્રભાવિત થયો છે. જોકે, આ ભુસ્ખલન દરમિયા 1 વ્યક્તિનું મોત થયું છે અને 7 લોકો ઘાયલ થયા હતા. જેેમનેે બચાવીને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે.
જમ્મુ : જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે મંગળવારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે 7 ઘાયલોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં રામબનના સેરી વિસ્તારમાં ભૂસ્ખલનથી ઘણા વાહનો અથડાઈ ગયા હતા.
જોકે, આ ઘટના ઘટતા તાત્કાલિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને રાહત અને બચાવના કાર્યો શરૂ કરી દીધા છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, પહાડનો એક ભાગ અચાનક પડવા લાગ્યો અને તેના કારણે આ ઘટના ઘટી હતી. અને અનેક વાહનો ચિનાબ નદીમાં પડી ગયા હતા.
આ અંગે વાત કરતા એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે, થોડા સમય બાદ ફરી એક વખત ભૂસ્ખલન થયું, ત્યારબાદ ફરી એકવાર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ ટૂંક સમયમાં જ ભારે વાહનોને બહાર કાઢવામાં આવ્યા.
ભૂસ્ખલનને કારણે ઘાયલ થયેલા લોકોની હાલતમાં સુધારો આવ્યો છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં પણ રામબન વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં ઘણા પરિવારોના ઘરોને નુકસાન થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર