Home /News /national-international /

હરિયાણાના ભિવાનીમાં મોટી દુર્ઘટના, પર્વત ધસી પડતા ચાર લોકોના મોત

હરિયાણાના ભિવાનીમાં મોટી દુર્ઘટના, પર્વત ધસી પડતા ચાર લોકોના મોત

અડધા ડઝન વાહન સહિત લગભગ 5 થી 10 લોકો જમીનમાં દટાયા હોવાની આશંકા

landslide in Haryana - હરિયાણાના ભિવાનીમાં નવા વર્ષના પ્રથમ દિવસે મોટી દુર્ઘટના સામે આવી

    ભિવાની : હરિયાણામાં (Haryana)ભિવાનીમાં (Bhiwani)નવા વર્ષના પ્રથમ દિવસે મોટી દુર્ઘટના સામે આવી છે. પહાડ ધસી (landslide in Haryana’s Bhiwani)પડતા અડધા ડઝન વાહન સહિત લગભગ 5 થી 10 લોકો જમીનમાં દટાયા હોવાની આશંકા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે. જેમને હિસારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે આ જાણકારી આપી છે.બતાવવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક શરૂ કરવામાં આવેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણી ગાડીઓ પણ જમીનમાં દટાઇ ગઈ છે.

    News18 India ના સંવાદદાતા દીપક ભારદ્વાજે જણાવ્યું કે આ દુર્ઘટના જ્યાં બની છે ત્યાં એક ખાણ છે. તેની પાસે પહાડ પરથી પત્થર પડ્યા હતા જેના કારણે આ દુર્ઘટના બની હતી. ઘટના બની તે સમયે ખાણમાં લોકો હાજર હતા. બતાવવામાં આવી રહ્યું છે કે રેસ્ક્યૂ ટીમ એક્ટિવ છે અને તે સતત લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાના કામમાં લાગી ગઈ છે. આ દુર્ઘટના ભિવાની મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર બની છે.

    આ પણ વાંચો - Vaishno Devi Bhawan Stampede: વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓની થઈ ઓળખ, જાણો યાદી

    રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું - અમારી પ્રથમ પ્રાથમિકતા રેસ્ક્યૂ

    રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે રેસ્ક્યૂ અભિયાનમાં પ્રશાસન લાગેલું છે. પ્રયત્ન છે કે વધારેમાં વધારે લોકોને બચાવી લેવામાં આવે. હાલ કશું કહેવાની સ્થિતિમાં નથી. કેટલું નુકસાન થયું છે તેની આંકલન થયું નથી. મેં ડિપ્ટી કમિશ્નરને બધી તપાસ માટે આદેશ આપી દીધો છે. અમારી પ્રથમ પ્રાથમિકતા રેસ્ક્યૂ છે.

    હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સમાચાર એજન્સી ANI ના મતે તેમણે કહ્યું કે કેટલાક લોકોના મોત થયા છે. હું હાલ સટીક આંકડા આપી શકું નહીં. ડોક્ટરોની ટીમ પહોંચી ગઈ છે. અમે વધારેમાં વધારે લોકોને બચાવવાનો પ્રયત્ન કરીશું.

    આ પણ વાંચો - Florona disease in Israel: ઓમિક્રોન પછી ફ્લોરોનાનો ડર, ઇઝરાયેલમાં મળ્યો પ્રથમ કેસ, જાણો કેટલો છે ખતરનાક

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે દુર્ઘટના પર ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે ભિવાનીમાં ડાડમ ખનન ક્ષેત્રમાં ભૂસ્ખલન દુર્ઘટનાથી દુખી છું. હું બચાવ અભિયાન અને ઇજાગ્રસ્તોને તત્કાલ સહાયતા સુનિશ્ચિત કરવા માટે સ્થાનીય પ્રશાસન સાથે સતત સંપર્કમાં છું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Landslide, હરિયાણા

    આગામી સમાચાર