Home /News /national-international /

Climate Change: ઝેરી બની રહી છે હવા! 2019માં પ્રદૂષણના કારણે ભારતમાં 16.7 લાખ લોકોના મોત, વિશ્વભરમાં બીજા ક્રમે

Climate Change: ઝેરી બની રહી છે હવા! 2019માં પ્રદૂષણના કારણે ભારતમાં 16.7 લાખ લોકોના મોત, વિશ્વભરમાં બીજા ક્રમે

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે માત્ર વાયુ પ્રદૂષણને કારણે 66.7 લાખ લોકોના મોત થયા છે (પ્રતિકાત્મક તસવીર)

global pollution - લેન્સેટ પ્લેનેટરી હેલ્થે પ્રદૂષણ અને સ્વાસ્થ્યને લઈને આ આંકડા જાહેર કર્યા છે, 2019માં દુનિયાભરમાં પ્રદૂષણથી 90 લાખ લોકોના મોત

નવી દિલ્હી : વિશ્વભરમાં પ્રદૂષણને (pollution) લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના પ્રદૂષણને કારણે 9 મિલિયન લોકો મૃત્યુ (global pollution killed 9 million people) પામ્યા છે. વર્ષ 2000થી આ આંકડાઓમાં 55 ટકાનો વધારો થયો છે. જેમાં ચીનમાં સૌથી વધુ 24 લાખ લોકોના મોત થયા છે. બીજા નંબર પર ભારત (India) છે, અહીં 22 લાખ લોકોના મોત થયા છે. જ્યારે અમેરિકા (America) આ ​​યાદીમાં સાતમા નંબર પર છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થે (lancet planetary health)પ્રદૂષણ અને સ્વાસ્થ્યને લઈને આ આંકડા જાહેર કર્યા છે.

પ્રદૂષણ અને આરોગ્ય પરના લેન્સેટ કમિશને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસર યુદ્ધ, આતંકવાદ, મેલેરિયા, એચઆઈવી, ક્ષય રોગ, ડ્રગ્સ અને આલ્કોહોલ કરતાં ઘણી વધારે છે. સમીક્ષામાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે 6.7 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે.

પ્રદૂષણે લીધા 66.7 લાખ જીવ

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે માત્ર વાયુ પ્રદૂષણને કારણે 66.7 લાખ લોકોના મોત થયા છે. ખતરનાક રસાયણોના ઉપયોગથી 17 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2019માં માત્ર વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં 16.7 લાખ લોકોના મોત થયા હતા. એટલે કે જો આપણે ગણતરી કરીએ તો તે વર્ષમાં દેશમાં થયેલા તમામ મૃત્યુના 17.8% ભાગ છે.

આ પણ વાંચો - ગૌશાળા અને ગરીબોમાં દાન કરી 11 કરોડની સંપત્તિ, 11 વર્ષના પુત્ર સાથે દીક્ષા લેશે આખો પરિવાર

ભારતના આંકડા છે ડરામણા

ભારતમાં વાયુ પ્રદૂષણથી સંબંધિત 16.7 લાખ મૃત્યુમાંથી મોટાભાગના 9.8 લાખ - PM2.5 પ્રદૂષણને કારણે થયા હતા. અન્ય 6.1 લાખ ઘરેલું વાયુ પ્રદૂષણને કારણે થયા હતા. જો કે અત્યંત ગરીબી (જેમ કે ઇનડોર વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ) સાથે સંકળાયેલા પ્રદૂષણના સ્ત્રોતોથી થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ આ ઘટાડો ઔદ્યોગિક પ્રદૂષણ (જેમ કે આસપાસના વાયુ પ્રદૂષણ અને રાસાયણિક પ્રદૂષણ)ને કારણે થતા મૃત્યુ દ્વારા સરભર કરવામાં થયો છે.

અમેરિકાની હાલત પણ ખરાબ

ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલ અનુસાર, કુલ પ્રદૂષણથી થતા મૃત્યુ માટે ટોચના 10 દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ એકમાત્ર સંપૂર્ણ ઔદ્યોગિક દેશ છે. અહીં વર્ષ 2019માં પ્રદૂષણને કારણે 1,42,883 લોકોના મોત થયા હતા. અમેરિકા 7મા સ્થાને છે. અહેવાલ મુજબ, પ્રદૂષણ સંબંધિત 90%થી વધુ મૃત્યુ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે.
First published:

Tags: Climate change, Health News

આગામી સમાચાર