Home /News /national-international /ભારતમાં લેમ્બોર્ગિનીના વેચાણના રેકોર્ડ તૂટ્યા, કરોડો રૂપિયાની કાર, આપણી તો જિંદગી આખી નીકળી જાય

ભારતમાં લેમ્બોર્ગિનીના વેચાણના રેકોર્ડ તૂટ્યા, કરોડો રૂપિયાની કાર, આપણી તો જિંદગી આખી નીકળી જાય

Lamborghini

લેમ્બોર્ગની કારનો વૈશ્વિક સ્તરે, 2022 માં અત્યાર સુધીનો શ્રેષ્ઠ વેચાણનો આંકડો જોવા મળ્યો હતો અને તેણે વિશ્વભરમાં 9,233 કારની ડિલિવરી કરી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 10% વધારે છે.

ઇટાલિયન ઓટોમેકર ઓટોમોબિલી લેમ્બોર્ગિની (Lamborghini) એ 2022માં ભારતમાં 92 યુનિટ સાથે રેકોર્ડ વેચાણ નોંધાવ્યું છે. પાછલા વર્ષની સરખામણીએ 33%ની વૃદ્ધિ સાથે આ નવો રેકોર્ડ જોવા મળ્યો છે.

કંપની ભારતમાં રૂ. 3.16 કરોડથી શરૂ સુપર લક્ઝરી કારની સિરીઝનું વેચાણ કરે છે. કંપનીએ વર્ષ 2021 માં 69 યુનિટ સાથે દેશમાં પોતાના અગાઉના સર્વશ્રેષ્ઠ વેચાણ રેકોર્ડ તોડ્યો હતો. તે પહેલાં તેનું શ્રેષ્ઠ વેચાણ 2019 માં હતું જ્યારે કંપનીએ કુલ 52 યુનિટ્સ વેચ્યા હતા.

કંપનીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે, 2022 માં અત્યાર સુધીનો શ્રેષ્ઠ વેચાણનો આંકડો જોવા મળ્યો હતો અને તેણે વિશ્વભરમાં 9,233 કારની ડિલિવરી કરી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 10% વધારે છે.

ઓટોમોબાઈલ લેમ્બોર્ગીનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મેક્રો પ્રદેશોમાં ટાર્ગેટ સ્પષ્ટપણે હકારાત્મક જોવા મળ્યા હતીા, જેણે એક સમાન અને સુસંગત વિતરણ જાળવી રાખ્યું હતું, જેમાં એશિયાએ 14% ફાળો આપ્યો હતો, ત્યારબાદ અમેરિકા (ઓવર) 10% સાથે અને EMEA (ઓવર) 7% સાથે 2021 નુ વેચાણ નોંધાવ્યું હતું. આ વર્ષે વેચાણે મુખ્ય બજારોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે, ચીન અત્યારે એશિયા પેસિફિક ક્ષેત્રમાં નોંધપાત્ર વેચાણમાં યોગદાન આપનાર બજારોમાંનું એક છે. ભારતમાં પણ 33% નો નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે અને તે વર્ષ 2022 માં ડિલિવરી કરાયેલી 92 કારને આભારી છે.

10% ના વધારા સાથે 2,721 કારની ડિલિવરી સાથે યુ.એસ. તેનું ટોચનું બજાર રહ્યું છે, ત્યારબાદ ચાઈનીઝ મેઈનલેન્ડ, હોંગકોંગ અને મકાઉ 1,018 યુનિટ સાથે 9% અને જર્મની 808 એકમો સાથે 14%ની વૃદ્ધિ સાથે અગ્રેસર રહ્યું હતું.

યુકેમાં કંપનીએ 650 કાર વેચી છે, જે 15% વધુ છે અને જાપાનમાં 546 કારની ડિલિવરી પાછલા વર્ષની સરખામણીમાં 22% ની વૃદ્ધિ સાથે કરવામાં આવી છે.

ઓટોમોબિલી લેમ્બોર્ગિનીના ચેરમેન અને સીઈઓ સ્ટેફન વિંકલમેને જણાવ્યું હતું કે, અમારો વૃદ્ધિ અને વિકાસનો ટ્રેન્ડ ચાલુ રહે છે અને આ દર્શાવે છે કે અમારી દિશા યોગ્ય છે અને અમારી પસંદગીઓ ટાર્ગેટ પર છે... અમે પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે સ્પષ્ટ વ્યૂહરચનાને અનુસરીને, અસાધારણ ઓર્ડર ઇનટેકનું કાળજીપૂર્વક મેનેજમેન્ટ કરવામાં સક્ષમ છીએ. અમારી બ્રાન્ડની વિશિષ્ટતાને સુરક્ષિત રાખવા માટે નિયંત્રિત વૃદ્ધિ જાળવી રાખીએ છીએ.

આ પણ વાંચો: માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ ખાવું જોઈએ શિલાજિત, ડાયાબીટીસના દર્દીઓ માટે તો વરદાન, ડોક્ટરની સલાહ

ઓટોમોબિલી લેમ્બોર્ગિની એશિયા પેસિફિક પ્રાદેશિક નિયામક, ફ્રાન્સેસ્કો સ્કેર્ડોનીએ જણાવ્યું હતું કે તે લેમ્બોર્ગિની એશિયા પેસિફિક ક્ષેત્ર માટે અવિશ્વસનીય વર્ષ હતું કારણ કે કંપનીએ ચાઈનીઝ મેઈનલેન્ડ, હોંગકોંગ અને મકાઉ, જાપાન જેવા મુખ્ય બજારોમાં અને તે જ રીતે ભારતમાં પણ હકારાત્મક વૃદ્ધિ જોઈ હતી.



આઉટલુક પર વિંકલમેને જણાવ્યું હતું કે 2023 પડકારો અને ફેરફારોનું વર્ષ હશે જેનો સામનો કરવા માટે આપણે હંમેશા આપણી જાતને આગળ રાખીને તૈયાર છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે હવે 18-મહિનાની વેઇટિંગ લિસ્ટને કારણે અમારા આગામી ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે, જે અમને આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય અને આગામી લક્ષ્યોને જોવા માટે સક્ષમ બનાવે છે.
First published:

Tags: કાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો