Lambda Variant: ડેલ્ટાથી પણ વધુ ખતરનાક છે કોરોનાનો લેમ્બ્ડા વેરિએન્ટ, મલેશિયાએ આપી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Lambda Variant of Coronavirus: મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા ચાર અઠવાડિયામાં 30થી વધુ દેશોમાં લેમ્બ્ડા વેરિએન્ટના કેસો સામે આવ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે અનેક લોકોનાં મોત થયા છે. વાયરસ સામે રક્ષણ આપતી દવા શોધવામાં આવી રહી છે. અલબત્ત, વાયરસના નવા નવા વેરિએન્ટ વધુ ખતરો ઊભો કરે છે. તાજેતરમાં જ કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ ખતરનાક હોવાની વાત સામે આવી હતી. પણ હવે લેમ્બ્ડા વેરિએન્ટ તેનાથી પણ વધુ ખતરનાક ( Lambda variant is deadlier than delta) હોવાનું કહેવાઈ રહ્યું છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે આ વેરિએન્ટને ચિંતાનો વિષય ગણાવ્યો છે. આ વેરિએન્ટ ડેલ્ટા (Delta variant of Coronavirus) કરતાં પણ ખતરનાક હોવાનું તેમનું કહેવું છે.

મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા ચાર અઠવાડિયામાં 30થી વધુ દેશોમાં લેમ્બ્ડા વેરિએન્ટના કેસો સામે આવ્યા હતા. આ બાબતે મલેશિયાના આરોગ્ય મંત્રાલયે સોમવારે ટ્વીટ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ સ્ટ્રેન સૌથી પહેલા પેરુમાં જોવા મળ્યો હતો. પેરુ વિશ્વમાં સૌથી વધુ મૃત્યુદર ધરાવતો દેશ છે.

આ પણ વાંચો: વિશ્વ ચોકલેટ દિવસ: શું ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી શરીરમાં કોરોના ઝડપથી નથી ફેલાતો?

આરોગ્ય મંત્રાલયે ઓસ્ટ્રેલિયાના સમાચાર પોર્ટલ news.com.auને ટાંકીને કહ્યું હતું કે, બ્રિટનમાં પણ આ વેરિએન્ટની જાણ થઈ છે. ધ સ્ટારે જણાવ્યું કે, સંશોધકો આ બાબતને લઇને ચિંતિત છે. આ વેરિએન્ટ ડેલ્ટાની સરખામણીમાં વધુ સંક્રમિત હોઈ શકે છે. યુરોન્યુઝ દ્વારા પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન (PAHO)નો હવાલો આપતા કહ્યું હતું કે, પેરૂમાં મે અને જૂન મહિના દરમિયાન નોંધાયેલા કોરોના વાયરસના કેટલાક સેમ્પલમાં 82 ટકા લેમ્બ્ડા વેરિએન્ટ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: પાણીની ટાંકીમાંથી લાશ મળી તે યુવતી કોણ? હાથ પર છૂંદણામાં ત્રણ સ્ટાર અને J અક્ષર

બ્રિટન દ્વારા લેમ્બ્ડા વેરિએન્ટની થઈ રહી છે તપાસ

દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં મે અને જૂન મહિનામાં 31 ટકાથી વધુ સેમ્પલમાં ફક્ત લેમ્બ્ડા વેરિએન્ટ જોવા મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ દક્ષિણ અમેરિકામાં લેમ્બ્ડાને વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કરી ચૂક્યું છે. WHOએ આ મામલે કહ્યું હતું કે લેમ્બ્ડા વધુ ચેપી છે અને એન્ટિબોડીઝ પર ઝડપથી હુમલો કરે છે. દરમિયાન, પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (PHE)એ આંતરરાષ્ટ્રીય વિસ્તાર અને L452Q અને F490S સહિતના અનેક મ્યુટેશનના કારણે લેમ્બ્ડાને વેરિઅન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશનની લિસ્ટમાં મૂક્યું છે.

આ પણ વાંચો: સુરત: મોપેડ પર થમ્સઅપ પી રહેલા યુવકનું પોલીસકર્મીએ કર્યું અપહરણ, 30 હજાર રૂપિયા પડાવી છોડી દીધો

PHEના મુજબ, બ્રિટનમાં અત્યાર સુધીમાં લેમ્બ્ડાના 6 કેસ જોવા મળ્યા છે. બ્રિટનના આરોગ્ય અધિકારીઓના અનુસાર આ વેરીઅન્ટના કારણે વધુ ગંભીર બીમારી થઈ શકે કે તે રસીને પણ બાયપાસ કરી લે તે બાબતે હાલ કોઈ પુરાવા નથી.
First published: