Home /News /national-international /10% આર્થિક અનામતએ SC,ST, OBCનાં અધિકારો પર સૌથી મોટી તરાપ: લાલુ પ્રસાદ

10% આર્થિક અનામતએ SC,ST, OBCનાં અધિકારો પર સૌથી મોટી તરાપ: લાલુ પ્રસાદ

લાલુપ્રસાદ યાદવની ફાઇલ તસવીર

બિહારમાં લાલુ પ્રસાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અન્ય પછાત વર્ગોનાં મસીહા તરીકે ઉભરી આવ્યા હતા

રાષ્ટ્રિય જનતા દળનાં પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી 10 ટકા આર્થિક અનામતએ બંધારણ પર કરવામાં આવેલો સૌથી ખતરનાક હુમલો છે અને દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોનાં અધિકાર પરની મોટી તરાપ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવે બિહારમાં બેરોજગારી બચાવો, આરક્ષણ બચાવો યાત્રા કાઢી રહ્યા છે અને આર્થિક અનામતનો વિરોધ કરી રહ્યા છે.

લાલુ પ્રસાદ યાદવે તેમના તેમના ટ્ટવીટર હેન્ડલ પર લખ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગનાં બિન અનામત વર્ગનાં લોકો માટે 10 ટકા અનામત આપવામાં આવી છે તે બંધારણ પરનો હુમલો છે. જ્ઞાતિ આધારિત અનામત દૂર કરવાની આ શરૂઆત થઇ ચૂકી છે. સરકાર શા માટે વસ્તીની સંખ્યાનાં આધારે અનામત દાખલ કરતી નથી ?”

બિહારમાં લાલુ પ્રસાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અન્ય પછાત વર્ગોનાં મસીહા તરીકે ઉભરી આવ્યા હતા. મંડલ કમીશનનાં અહેવાલ દરમિયાન બિહારમાં જ્ઞાતિઓ વચ્ચે ભેદભાવો સર્જાયા હતા. તેમણે હાલનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ ભાજપ સાથે ભળીને અનામત ખતમ કરી રહ્યા છે.
લાલુ પ્રસાદે એવો દાવો કર્યો કે, 1931માં જે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઇ હતી તે મુજબ, દેશમાં 52 ટકા વસ્તી અન્ય પછાત વર્ગોની છે. આમ છતા, તેમને માત્ર 27 ટકા અનામત જ આપવામાં આવી છે. કેમ કે, સુપ્રિમ કોર્ટે 50 ટકા અનામત પર રોક લગાવી હતી.
First published:

Tags: 10% reservation, Lalu yadav, OBC, Sc, ST, પીએમ મોદી, બિહાર, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો