Home /News /national-international /Lalu Yadav Health Update: લાલુ યાદવની તબિયત ખૂબ ખરાબ, તેજસ્વીએ કહ્યુ- શ્વાસ લેવામાં પણ તકલીફ

Lalu Yadav Health Update: લાલુ યાદવની તબિયત ખૂબ ખરાબ, તેજસ્વીએ કહ્યુ- શ્વાસ લેવામાં પણ તકલીફ

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની ફાઇલ તસવીર

લાલુ યાદવની Delhi AIIMSમાં કાર્ડિયોલોજિસ્ટ, ફેફસા અને કિડનીના વિશેષજ્ઞની દેખરેખમાં સારવાર ચાલી રહી છે

નવી દિલ્હીઃ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ને દિલ્હી એઇમ્સ (Delhi AIIMS)ના CNC (Cardiothoracic and Neuro sciences centre)ના CCUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના દીકરા તેજસ્વી યાદવ (Tejashwi Yadav)એ કહ્યું કે લાલુ યાદવને ગુરુવારની રાતથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમને ફેફસામાં સંક્રમણ, ન્યૂમોનિયા, બ્લડ શુગર અને કિડની સાથે જોડાયેલી તકલીફો છે. આ કારણે હવે તેમની સારવાર દિલ્હીની એઇમ્સમાં કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવની ઉંમર વધુ હોવાના કારણે કોમ્પલિકેશન વધુ છે. તેથી કાર્ડિયોલોજિસ્ટ, ફેફસા અને કિડનીના વિશેષજ્ઞની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે.

મૂળે, ગઈકાલે જ રિમ્સ હૉસ્પિટલના મેડિકલ બોર્ડે લાલુ યાદવને એઇમ્સમાં દાખલ કરવાની સલાહ આપી હતી. લાલુને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમના ફેફસામાં પાણી ભરાવવાની વાત પણ સામે આવી છે. રિમ્સના ડૉક્ટરોએ લાલુ યાદવને ન્યૂમોનિયા થવાની વાત કહી છે. કિડની 25 ટકા જ કામ કરી રહી છે. જ્યારે રિમ્સના ડૉક્ટરોની ટીમે લાલુ યાદવે એઇમ્સ મોકલવાનો નિર્ણય લીધો તો હૉસ્પિટલમાં સગાવહાલા અને પાર્ટી નેતાઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.

આ પણ વાંચો, બનારસમાં પક્ષીઓને દાણા ખવડાવીને ફસાયો ક્રિકેટર શિખર ધવન, પ્રશાસન કાર્યવાહીના મૂડમાં

આ પહેલા રાંચીમાં જેલ પ્રશાસને એક મહિના માટે લાલુને એઇમ્સ મોકલવાની મંજૂરી આપી હતી. જેલ આઇજી બિરેન્દ્ર ભૂષણે રિમ્સ નિદેશકને પત્ર લખી તેની મંજૂરી આપી હતી. રિમ્સ પ્રબંધને જેલ પ્રશાસનથી લાલુની ખરાબ તબિયતને જોતાં તેમને દિલ્હી લઈ જવાનો આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચો, જાળમાં ફસાયો હતો 50 કિલોનો દીપડો, 5 લોકો મારીને ખાઈ ગયા, થઈ ધરપકડ
" isDesktop="true" id="1066498" >

ત્રણ વર્ષ પહેલા લાલુ યાદવને દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા હતા

નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા લાલુ યાદવને દિલ્હી એઇમ્સ લાવવામાં આવ્યા હતા. 28 માર્ચ 2018ના રોજ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 એપ્રિલ 2018ના રોજ એઇમ્સથી ડિસ્ચાર્જ કરીને રાંચી મોકલવામાં આવ્યા હતા. તે સમયે લાલુ યાદવની એઇમ્સમાં 34 દિવસ સુધી સારવાર ચાલી હતી. તે સમયે એઇમ્સમાં Dr. Rakesh Yadav કાર્ડિયોલોજિસ્ટ અને Dr. Arvind મેડિસીન વિભાગની દેખરેખ હેઠળ લાલુ યાદવની સારવાર ચાલી હતી. હાલમાં પણ Dr. Rakesh Yadavની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે.
First published:

Tags: Delhi aiims, Tejaswi yadav, આરજેડી`, દિલ્હી, મેડિકલ, લાલુ પ્રસાદ યાદવ, હોસ્પિટલ