ન્યૂઝ18 ગુજરાતી : બહુચર્ચિત ઘાસચારા ગોટાળાના દેવઘર ટ્રેઝરીમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જામીન મળી છે. ઝારખંડ હાઈકોર્ટમાં તેમની પિટિશન પર સુનાવણી થઈ. જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટે સુનાવણી બાદ તેમને જામીન આપ્યા. સુનાવણી દરમિયાન સીબીઆઈના જવાબ પર લાલુ પ્રસાદ તરફથી પક્ષ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ કોર્ટે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે તેમને પાંચ લાખ રૂપિયાનો દંડ જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. દેવઘર મામલામાં અડધી સજા ભોગવી ચૂક્યા હોવાના આધારે તેમને જામીન મળ્યા છે. કોર્ટના આદેશ મુજબ તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે.
જેલમુક્ત થવામાં હજુ આ બાબત અડચણરૂપ
દેવઘર ટ્રેઝરી મામલામાં જામીન મળવા છતાંય લાલુ પ્રસાદ આજે જેલમુક્ત નહીં થઈ શકે. જેલથી બહાર આવવા માટે તેમને અન્ય બે મામલા, ચાઈબાસા અને દુમકામાં પણ જામીન મેળવવા પડશે. જોકે, તેમને થોડી રાહત જરૂર મળી છે. આ ચુકાદાના કારણે તેમને અન્ય બે મામલામાં જામીન મળવાનો રસ્તો સરળ થઈ જશે.
Jharkhand High Court grants bail to RJD leader Lalu Prasad Yadav in the fodder scam case relating to Deoghar treasury. (File pic) pic.twitter.com/wWYloD6bew
ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવ તરફથી દેવઘર ટ્રેઝરી મામલામાં જામીન પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં સીબીઆઈની કોર્ટે તેમને સાડા ત્રણ વર્ષની સજા આપી છે. તેમાંથી અડધાથી વધુ સજા તેઓ ભોગવી ચૂક્યા છે. તેનો આધાર બનાવીને લાલુ પ્રસાદ તરફથી જામીન માંગવામાં આવ્યા. ઘાસચાર કૌભાંડમાં દોષી પુરવાર થયા બાદ 23 ડિસેમ્બર 2017ના રોજ તેઓ રાંચીની હોટવાર જેલમાં કેદ છે. હાલ જેલ વહિવટીતંત્રની દેખરેખમાં રાંચીની રિમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. પૂર્વ સીએમ અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર