A-B-C-Dના ચક્કરમાં અટકી લાલુની સજા, કહ્યું- 'હાલ જ સજા સંભળાવો'

  • Share this:
દેવધર ચારા ઘોટાળામાં આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને આજે (4 જાન્યુઆરી) સજા સંભળાવવાની હતી પરંતુ તે કાલ (5 જાન્યુઆરી) પર ટળી ગઈ છે. આમ લાલૂને બુધવારે સજા સંભળાવામાં આવવાની હતી, જે પાછળ ઠેલાતી રહી છે અને હવે તે કાલે એકલે કે શુક્રવારે સંભળાવવામાં આવશે. આમ રાંચની વિશેષ CBI અદાલતે આ સજા પહેલા બુધવારે સંભળાવાની હતી, પરંતુ રાંચી અદાલતમાં કામ કરતાં વકિલની અચાનક મૃત્યુના કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પાછલા વર્ષે 23 ડિસેમ્બરે લાલૂ દોષિત સાબિત થયા હતા, ત્યારથી જ તેઓ રાંચની બિરસા મુંડાની જેલમાં બંધ છે.

ગુરૂવારે કેમ ટળી સજા?

અસલમાં ગુરૂવારે A અને K નામવાળા આરોપીઓને સજા સંભળાવવામાં આવશે. Aથી K લેટરવાળા ચાર આરોપીઓ છે, જેથી આજે લાલૂને સજા સંભળાવવામાં આવશે. જોકે, લાલૂ યાદવે અપિલ કરી હતી કે, તેમને ઝડપી સજા સંભળાવવામાં આવે. લાલૂ પ્રસાદને કહેવામાં આવ્યું કે, કાલથી વીડિયો કોન્ફ્રન્સ થશે પરંતુ લાલૂએ કહ્યું કે, વીડિયોથી નહી આજે જ તમે સજા સંભળાવો.

તમને જણાવી દઈએ કે, બુધવારે લાલૂ સહિત આ કેસના અન્ય આરોપીને સજા સંભળાવવાની હતી. પરંતુ વકિલની મોતના કારણે અન્ય વકિલોએ કામ કરવાનો વિરોધ કર્યો હતો, જેના કારણે સજા સંભળાવવાનું ટાળી દેવામાં આવ્યું હતું.

આ કેસમાં લાલૂ સહિત 16 લોકોને સજા સંભળાવવાની છે. અદાલતમાં લાલૂ છેતરપિંડી, ષડયંત્ર અને ભષ્ટ્રાચારના આરોપમાં આઈપીપીની ધારા 420, 120 બી અને પીસી એક્ટની કલર 13(2) હેઠળ દોષિત સાબિત થયા છે. આ કેસમાં બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા અને ધ્રુવ ભગત સહિત 6 લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા છે.

કેટલા વર્ષની થઈ શકે છે સજા

લાલૂના વકિલ ચિતરંજન પ્રસાદે જણાવ્યું કે, આ બબાતમાં જો લાલૂ અને અન્યને દોષિત ઠેરવવામાં આવે છે તો તેમને વધારેમાં વધારે સાત વર્ષ અને ઓછામાં ઓછા 1 વર્ષની સજા થશે. જોકે, સીબીઆઈ અધિકારીઓ અનુસાર, આ કેસમાં ભષ્ટ્રાચાર ની કલમ 409 હેઠળ 10 વર્ષ અને કલમ 467 હેઠળ આજીવન જેલની પણ સજા થઈ શકે છે. લાલૂને જો 3 વર્ષથી ઓછી સજા સંભળાવવામાં આવશે તો તેમને તરત જ જામીન મળી શકે છે, જો ત્રણ વર્ષથી વધારેની સજા સંભળાવવામાં આવશે તો તેમના વકિલોને હાઈકોર્ટના શરણે જવું પડશે.
First published: