Home /News /national-international /

'આરોગ્ય મંત્રી' ના રોલમાં લાલુ, ફોન દ્વારા સિવિલ સર્જનને ધમકાવ્યા

'આરોગ્ય મંત્રી' ના રોલમાં લાલુ, ફોન દ્વારા સિવિલ સર્જનને ધમકાવ્યા

બિહારમાં વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સુપર CMના રૂપમાં કામ કરી રહ્યાં છે. વિપક્ષના આ આરોપોમાં દમ છે. આ વાતનો ખુલાસો સોમવારે દરભંગા સિવિલ સર્જનના એક સત્તાવાર પત્ર દ્વ્રારા થયો છે.

બિહારમાં વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સુપર CMના રૂપમાં કામ કરી રહ્યાં છે. વિપક્ષના આ આરોપોમાં દમ છે. આ વાતનો ખુલાસો સોમવારે દરભંગા સિવિલ સર્જનના એક સત્તાવાર પત્ર દ્વ્રારા થયો છે.

  • News18
  • Last Updated :
બિહાર# બિહારમાં વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સુપર CMના રૂપમાં કામ કરી રહ્યાં છે. વિપક્ષના આ આરોપોમાં દમ છે. આ વાતનો ખુલાસો સોમવારે દરભંગા સિવિલ સર્જનના એક સત્તાવાર પત્ર દ્વ્રારા થયો છે.

સિવિલ સર્જન ડૉ. શ્રીરામ સિંહના આ પત્રના અનુસાર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે તેમને ફોન કરીને ડીએમસીએસમાં પૂર્વમાં મુક્ત કરી દેવામાં આવેલી મમતા કાર્યકર્તાઓને ફરીથી કામ પર લેવા માટે નિર્દેશ કર્યો છે. પત્રમાં જોઇએ તો, લાલુના ફોન બાદ સિવિલ સર્જન હરકતમાં આવ્યા અને તેઓએ ડીએમસીએચ અધિક્ષકને એક સત્તાવાર પત્ર જાહેર કર્યો છે.

તેઓએ આ પત્રમાં લાલુ પ્રસાદ યાદવના ટેલીફોનિક નિર્દેશનો ઉલ્લેખ કરતા અધિક્ષકને નિવેદન કર્યું છે કે, પસંદગી મુક્ત કરવામાં આવેલી મમતા કાર્યકર્તાઓને ફરીથી કામ પર લેવામાં આવે.

દરભંગા સિવિલ સર્જને આ પત્રની કોપી દરભંગા ડીએમ, બિહારના આરોગ્ય વિભાગના પ્રધાન સચિવ, બિહાર રાજ્ય આરોગ્ય સમિતિના કાર્યપાલક નિર્દેશક અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને પણ મોકલી આપી છે. આ પત્ર સાર્વજનિક થયા બાદ ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.

તો આ તરફ વિપક્ષે સમગ્ર મામલા પર હોબાળો કર્યો છે. પ્રદેશ બીજેપીના મુખ્ય પ્રવક્તા વિનોદ નારાયણ ઝા એ કહ્યું કે, નીતિશ કુમાર ડમી મુખ્યમંત્રી છે અને આ પ્રકારના ખુલાસાથી સાબિત થઇ રહ્યું છે કે, બિહારમાં ખરેખર સત્તા કોની પાસે છે?

આ અગાઉ પણ લાલુ યાદવના આઇજીઆઇએમએમ ના પ્રવાસ પર ઘણો હોબાળો થયો હતો અને વિપક્ષે તેમના હોસ્પિટલ પ્રવાસને લઇને ઘણા સવાલ ઉઠાવ્યા છે. એ પણ આરોપ લાગ્યો હતો કે, લાલુ યાદવ દિકરીની જગ્યાએ સ્યંમ આરોગ્ય મંત્રીના રૂપમાં કાર્ય કરી રહ્યાં છે.
First published:

Tags: આરોપ, પત્ર, ફોન, બિહાર, લાલુ પ્રસાદ યાદવ, વિપક્ષ, વિવાદ, સર્જન, સિવિલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन