Home /News /national-international /

લાલુનો મોદીને પત્ર, ગંભીર સંકટ તરફ જઇ રહ્યું છે રેલવે

પટણાઃ પૂર્વ રેલમંત્રી અને રાજદના અધ્યક્ષ લાલુ પ્રસાદે રેલવેને ગંભીર સંકટ તરફ ધકેલવા માટે કેન્દ્ર સરકારની આલોચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં પૂર્વ રેલમંત્રીએ રેલવેના કરાયેલા બેહાલ મામલે બે ખોટી નિતિગત પહેલનો ઉલ્લેખ કર્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
પટણાઃ પૂર્વ રેલમંત્રી અને રાજદના અધ્યક્ષ લાલુ પ્રસાદે રેલવેને ગંભીર સંકટ તરફ ધકેલવા માટે કેન્દ્ર સરકારની આલોચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં પૂર્વ રેલમંત્રીએ રેલવેના કરાયેલા બેહાલ મામલે બે ખોટી નિતિગત પહેલનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે કહ્યું કે ભારતીય જીવન વીમા નિગમ(એલઆઇસી) અને જાપાનની જેઆઇસીએ જેવી વિત્તીય સંસ્થાઓથી 40 અરબ ડોલર ઉધાર લેવા માટે સહમતિ પત્ર પર સહી કરી આડેધડ દેવું કરવું આત્મઘાતી થઇ શકે છે. કેમ કે આ ધન બુલેટ ટ્રેન જેવી ધન પીનારી યોજના પાછળ લગાવાઇ રહ્યું છે. જે લાભ દાયક નથી. તેમણે કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આ વધુ ખતરનાક છે કે જ્યારે ભારતીય રેલને પોતાના રોજિંદા ખર્ચ માટે પણ આવક થઇ રહી નથી.
લાલુએ કહ્યું કે બીજો મુદ્દો રેલવે દ્વારા લાગત ઓછી કરી અને ખાનગી કરણ માટે રચાયેલી સમિતિયોનું છે. આવી પહેલથી રેલ કર્મચારીઓનું મનોબળ પર અસર પડશે. તેમણે રેલવેની તુલના જર્સી ગાયથી કરતા કહ્યું કે આ ગાયની તબિયત આ સમયે સારી નથી. તેમણે કહ્યું કે તમારી (મોદી) સરકાર ન તો આ ગાયનું દૂધ નિકાળી શકી ન તેની સેવા કરી શકી. આ બિમાર થઇ ગઇ છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, ભારતીય રેલવે, રાજકારણ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन