લાલુનો કથિત ઓડિયો વાયરલ થતાં જ અંડરગ્રાઉન્ડ થયો સેવક ઈરફાન અંસારી, રાજકીય પારો ગરમ

લાલુનો કથિત ઓડિયો વાયરલ થતાં જ અંડરગ્રાઉન્ડ થયો સેવક ઈરફાન અંસારી, રાજકીય પારો ગરમ
સુશીલ કુમાર મોદીએ લાલુ યાદવ પર સરકાર પાડી દેવાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ લગાવ્યો

સુશીલ કુમાર મોદીએ લાલુ યાદવ પર સરકાર પાડી દેવાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ લગાવ્યો

  • Share this:
    સંજય કુમાર સિન્હા, રાંચીઃ ઘાસચારા ગોટાળા મામલામાં રાંચી જેલમાં સજા કાપી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)નો કથિત ઓડિયો વાયરલ થતાં જ રાંચીથી લઈને પટના સુધી રાજકીય પારો વધી ગયો છે. બીજેપી (BJP)ના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi)એ ટ્વીટ કરીને આરજેડી (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપ બાદથી લાલુ પ્રસાદનો સેવક ઈરફાન અંસારી પણ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ઈરફાન અંસારી રિમ્સ સ્થિત કેલી બંગલા પર અનેકવાર આરજેડી સુપ્રીમો માટે ખાવાનું પહોંચાડતા જોવા મળતો રહ્યો છે.

    બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીેઅ ટ્વીટ કરીને કહ્યું કે, લાલુ આરજેડી ધારાસભ્યોને ફોન કરી મંત્રી પદની લાલચ આપી રહ્યા છે. જેલની અંદરથી જ તેઓ સરકારનો તોડી પાડવાનું કાવતરું રચી રહ્યા છે. તેઓએ કહ્યું કે જે નંબરથી ફોન આવ્યો હતો તેની પર મેં રિંગ કરી તો લાલુ પ્રસાદ યાદવે ફોન ઉઠાવ્યો. તેની પર મેં કહ્યું કે આ ગંદી રમત બંધ કરો. આ આરોપ બાદથી બિહારની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે.





    આ પણ વાંચો, OPINION: અહેમદ પટેલની ગેરહાજરીમાં વધી જશે કૉંગ્રેસનું સંકટ

    બીજી તરફ, આજે બિહાર વિધાનસભાના અધ્યક્ષ પદની ચૂંટણીમાં વિજય કુમાર સિન્હા ચૂંટાઈ આવતા સુશીલ કુમાર મોદીએ ફરી ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેઓએ વિજય કુમાર સિન્હાને વિધાનસભા અધ્યક્ષ બનવા પર શુભેચ્છાઓ પાઠવી તો બીજી તરફ આરજેડી પર નિશાન સાધ્યું. તેઓએ ટ્વીટમાં લખ્યું કે લાલુ પ્રસાદના કાવતરાને NDAએ નિષ્ફળ બનાવી દીધું.

    આ પણ વાંચો, Ahmed Patel Dies: સૌથી યુવા સાંસદથી લઈને સોનિયા ગાંધીના ભરોસાપાત્ર સલાહકાર સુધી- અહેમદ પટેલની રાજકીય સફર

    બીજેપી ધારાસભ્યએ ફોન આવ્યો હોવાનો દાવો કર્યો

    લાલુ પ્રસાદ દ્વારા એક બીજેપી ધારાસભ્યને ફોન કરવાનો આરોપ લાગ્યો છે. ભાગલપુરની પીરપૈંતીના ધારાસભ્ય લલન પાસવાનનો દાવો છે કે તેમને લાલુ પ્રસાદનો ફોન આવ્યો હોત અને લાલુ યાદવને તેમને સરકાર બનાવવા માટે આરજેડીનો સાથ આપવા માટે કહ્યું હતું. તેના બદલામાં મંત્રી પદ આપવાનું પ્રલોભન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પાસવાને આ ફોન વિશે બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ મોદીને જણાવ્યું હતું. બીજી તરફ સુશીલ કુમાર મોદીનું કહેવું છે કે લાલુ પ્રસાદ યાદવ હકીકતમાં બિહારમાં સરકાર પાડવાનું કાવતરું રચી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 25, 2020, 14:38 pm

    ટૉપ ન્યૂઝ