ન્યૂઝ 18 ગુજરાતી: બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કટાક્ષ કર્યો છે. લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આટલી ભીડ તો હું પાનની દુકાને ગાડી રોકું તો પણ એકઠી થઈ જાય છે.
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખે આ સાથે જ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર અને રામ વિલાસ પાસવાને મહીનાઓ સુધી જોર લગાડી, સરકારી તંત્રનો ઉપયોગ કરી અને ગાંધી મેદાનમાં જેટલી ભીડ એકઠી કરી છે, એટલી ભીડ તો હું પાનની દુકાને ગાડી રોકું તો પણ એકઠી થઈ જાય છે. વધુમાં તેમણે કહ્યું કે જાઓ રે મર્દો વધુ જતન કરો, કેમેરાં થોડો વધારે ઝૂમ કરાઓ.
नरेंद्र मोदी, नीतीश और पासवान जी ने महीनों ज़ोर लगा सरकारी तंत्र का उपयोग कर गांधी मैदान में उतनी भीड़ जुटाई है जितनी हम पान खाने अगर पान की गुमटी पर गाड़ी रोक देते है तो इकट्ठा हो जाती है।
जाओ रे मर्दों, और जतन करो, कैमरा थोड़ा और ज़ूम करवाओ।
અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલીમાં પીએમ મોદી, બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર, લોજપા સુપ્રીમો રામ વિલાસ પાસવાન સહિત એનડીએઓના તમામ ચહેરાઓ ઉપસ્થિત રહ્યાં હતા. 10 વર્ષ બાદ આ પ્રકારે ચૂંટણીના મંચ પર નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી એકઠા થયા હતા. છેલ્લે નીતિશ કુમારે વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી દરમિયાન લુધિયાણામાં એનડીએની રેલીમાં ભાગ લીધો હતો.