ન્યૂઝ 18 ગુજરાતી : રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પોતાની બાયોપિક 'ગોપાલગંજ ટૂ રાયસીન': માય પૉલિટિકલ જર્નીમાં બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર પર કટુ વચનોનો પ્રહાર કર્યો છે. ન્યૂઝ 18ને આ બુક લૉન્ચ થતા પહેલાં તેના કેટલાક અંશો મળ્યા છે, જેમાં લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારની તુલના વાંદરા, ખુરશી કુમાર તરીકે કરી છે.
નલિન વર્મા દ્વારા લિખિત પોતાની બાયોગ્રાફીમાં લાલું જીવનના પ્રારંભના સમયને યાદ કરતા કહ્યું છે કે નીતિશ કુમાર સાથે તેમની મુલાકાત વિદ્યાર્થી કાળમાં જ થઈ હતી. ત્યારે બંને મિત્રો પૉલિટકલ એક્ટિવિસ્ટ હતા. લાલુના જણાવ્યા મુજબ, બિહારના વિદ્યાર્થીઓ વચ્ચે તેઓ બંને મુખ્ય ચહેરા તરીકે જોડાઈ ગયા હતા. સમાજવાદી આંદોલન દરમિયાન બંનેની વચ્ચે નિકટતા વધી હતી.
લાલુ પ્રસાદે બુકના 11મા ચેપ્ટરમાં નીતિશ કુમારની સરખામણી વાંદરા સાથે કરી છે, જે ક્યાંય સ્થિર નથી રહેતા નથી. લાલુએ એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે કે કર્પુરી ઠાકુરના અવસાન બાદ એવી સહમતિ સધાઈ હતી કે લાલુ વિપક્ષનો ચહેરો બનશે પરંતુ નીતિશે પલ્ટી મારી અને તે જ્યોર્જ ફર્નાન્ડિસના કેમ્પમાં જતા રહ્યાં
લાલુ પ્રસાદ યાદવે નીતિશન કુમાર વિશે એક ચેપ્ટર લખ્યું છે.
લાલુએ આગળ લખ્યું છે કે ત્યારબાદ એવા અહેવાલો આવ્યા કે નીતિશ કુમાર અને જ્યોર્જ ફર્નાન્ડિસ વચ્ચે અણબનાવ થઈ ગયો અને તે ફરી ભાજપમાં જતા રહ્યાં. થોડા વર્ષો બાદ તેમણે ફરી અમારી સાથે જોડાણ કર્યુ અને પાછી પલટી મારી. નીતિશ કુમાર એક એવા વાંદરા જેવા છે જે એક ડાળથી બીજી ડાળ કુદકા મારતા રહે છે.
લાલુ પ્રસાદે લખ્યું કે જનતાએ ખાસ કરીને લઘુમતી અને દલિતોએ નીતિશ કુમારને દિલથી વોટ આપ્યા હતા કારણ કે તેઓ ભાજપની વિરુદ્ધ હતા પરંતુ નીતિશ ફરી ભાજપનો હાથ પકડી એ લોકોનું દિલ દુભાવ્યું છે. તેમના આ પગલાના લીધે ધર્મનિરપેક્ષ માઇન્ડસેટ ધરવતા પક્ષને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, મને આમાં કઈ નવું લાગ્યું નહોતું કારણ કે હું હંમેશા એ બાબત જાણું છું કે નીતિશ કુમાર પોતાની જાતને કાયમ અસુરક્ષિત મહેસુસ કરે છે. તે હંમેશા ખુરશી સાથે ચોટી રહેનારા નેતા ખુરશી કુમાર છે, એટલે જ મેં કહ્યું હતું કે પલટુ રામ પલટી ગયા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર