રાંચી : ઘાસચારા કૌભાંડના (Fodder Scam) સૌથી મોટા ડોરંડા ટ્રેઝરી (Doranda Treasury) મામલામાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ (Lalu Prasad Yadav)યાદવને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તેમને 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લાલુ પ્રસાદ યાદવ સિવાય આ કૌભાંડમાં 37 અન્ય દોષિતોને પણ સજા સંભળાવવામાં આવી છે.
આ પહેલા સીબીઆઈ કોર્ટમાં (CBI Court) ડોરંડા ટ્રેઝરી મામલામાં દોષિતોની હાજરી થઇ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા લાલુ પ્રસાદ યાદવ રિમ્સમાંથી હાજર થયા હતા. લાલુ પ્રસાદ હાલ હોટવાર જેલમાં જશે નહીં. તેમની રાંચીના રિમ્સમાં સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયતના હિસાબે ત્યાં જ રાખવાની વાત કહેવામાં આવી રહી છે.
સજાની જાહેરાત પછી લાલુ પ્રસાદ યાદવના વકીલે જણાવ્યું કે લાલુ પ્રસાદે આ કેસમાં લગભગ અડધી સજા એટલે કે 2.5 વર્ષનો ગાળો પુરો કરી લીધો છે. જેથી કોર્ટમાં હવે ફક્ત અડધી સજા પૂરી કરવાની મંજૂરી આપવા માટે અપીલ કરીશું. જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવના સજાની જાહેરાત પહેલા રિમ્સ અને ઝારખંડ હાઇકોર્ટની બહાર રાજદના નેતાઓ અને સમર્થકોની ઘણી ભીડ હતી. લાલુ પ્રસાદના સમર્થકો આશા કરી રહ્યા હતા કે તેમની તબિયત ખરાબ છે, તે ઘણી બીમારીઓથી ગ્રસિત છે. જેથી તેમને ઓછામાં ઓછી સજા મળે. જોકે 5 વર્ષની સજા સંભળાવતા સમર્થકો ઉદાસ થયા હતા.
લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે ષડયંત્ર રચવા સહિત ભ્રષ્ટાચારની નવી ધારાઓમાં દોષિત ગણાવ્યા છે. આ ધારાઓમાં ન્યૂનતમ એક વર્ષ અને અધિકતમ સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. આવામાં લાલુ પ્રસાદને કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે.
" isDesktop="true" id="1181707" >
જાણો શું છે કેસ
ડોરંડા ટ્રેઝરી કેસ બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાંથી એક મામલો છે. 1990-92 વચ્ચે ચાઇબાસા ટ્રેઝરીથી અફસરો અને નેતાઓ મળીને ફર્જીવાડો કરતા 67 નકલી આવંટન પત્રના આધારે 33.67 કરોડ રૂપિયાની અવૈધ નિકાસી કરવામાં આવી હતી. આ મામલે 1996માં કેસ નોંધાયો હતો. આ કેસમાં 10 મહિલાઓ પણ આરોપી છે. મામલામાં ચાર રાજનીતિજ્ઞ, બે ઉચ્ચ અધિકારી, ચાર અધિકારી, લેખા કાર્યાલયના 6, પશુપાલન પદાધિકારી સ્તરના 31 અને 53 આપૂર્તિકર્તાને આરોપી બનાવ્યા છે. હવે મામલામાં લાલુ યાદવ સહિત 99 આરોપી છે જેમને કોર્ટ દોષિત ગણાવી ચૂકી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર