IRCTC સ્કેમ: લાલુ, રાબડી અને તેજસ્વી યાદવ સહિત તમામ આરોપીઓને મળ્યા જામીન

પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ (ફાઇલ ફોટો)

કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર તેમને જામીન આપ્યા છે. મામલાની આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ થશે

  • Share this:
    પૂર્વ રેલ મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવને આઈઆરસીટીસી હોટલ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા છે. સોમવારે આ ત્રણેયની સાથે મામલાના અન્ય આરોપીઓને પણ જામીન મળ્યા છે.

    કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર તેમને જામીન આપ્યા છે. મામલાની આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ થશે.

    કોર્ટના ચુકાદા પર બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે ન્યાય મળશે. અને ન્યાયપ્રક્રિયા પર વિશ્વાસ છે.

     સીબીઆઈ અને ઈડી તરફથી આઈઆરસીટીસી રેલવે સ્કેમ સાથે જોડાયેલા બે મામલા દાખલ કરવામાં આવ્યા છે.

    આ મામલે આઈઆરસીટીસની બે હોટલો (રાંચી અને પૂરીમાં રેલવેની હોટલો)ની દેખરેખનું કામ ખાનગી ફર્મોને સોંપવામાં થયેલી કથિત અનિયમિતતાને સંબંધિત છે.
    Published by:Mrunal Bhojak
    First published: