રાંચી: આરજેડી સુપ્રીમો (RJD Chief) લાલૂ પ્રસાદ યાદવ (Lalu Yadav)ને વધુ સારી સારવાર માળી રહે તે માટે નવી દિલ્હીની AIIMS (All India Institute of Medical Sciences) ખાતે ખસેડવામાં આવશે. રિમ્સ (RIMS) મેડિકલ બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિમ્સ તરફથી આ મામલે હોટવાર જેલ (Ranchis Hotwar jail)અધિકારીને પણ સૂચના આપી છે. જેલ સંચાલકે આ વાતની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવાર સાંજથી લાલૂ યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમનો ચહેરો સોજી ગયો છે. શુક્રવારે રાત્રે મુલાકાત બાદ તેજસ્વી યાદવે (Tejashwi Yadav) કહ્યુ હતુ કે પિતા લાલૂ યાદવની તબીયત સારી નથી. ચહેરો સોજી ગયો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અમે લોકો ઇચ્છીએ છીએ કે તેમને વધારે સારી સારવાર માટે બહાર લઈ જવામાં આવે.
આ પણ વાંચો: ઘરમાં બકરી ઘૂસી જવા પર બે જૂથ વચ્ચે લોહીયાળ ધીંગાણું, ગોળીબારમાં પિતા-પુત્ર
લાલૂ પ્રસાદના ફેંફસામાં પાણી ભરાયું હોવાની માહિતી આપતા તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે તેમની સ્થિતિ ચિંતાજનક છે. તેજસ્વી યાદવ હાલ રાંચીમાં છે. આજે તેઓ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે મુલાકાત કરીને પિતાના સ્વાસ્થ અંગે માહિતી આપશે.
આ પણ વાંચો: આસામના મૂળ નિવાસીઓને PM મોદીની મોટી ભેટ, કહ્યુ- તમારી મોટી ચિંતા દૂર થઈ
આ દરમિયાન રાબડી દેવી દીકરી મીસા ભારતી સાથે આજે ફરી રિમ્સ પહોંચ્યાં છે. બંને માતા-દીકરી બીમાર લાલૂ પ્રસાદ સાથે મુલાકાત કરી રહ્યાં છે. આ પહેલા શુક્રવારે રાત્રે છ કલાકથી વધારે સમય સુધી મુલાકાત દરમિયાન રાબડી દેવી ખૂબ ભાવુક થઈ ગયા હતા. જોકે, લાલૂ યાદવે તેમને ભરોસો આપ્યો હતો કે તેઓ ખૂબ ઝડપથી સાજા થઈ જશે. આ દરમિયાન દીકરી મીસા ભારતી, પુત્ર તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ પણ હાજર હતા.
રિમ્સ મેનેજમેન્ટ તરફથી લાલૂ યાદવાના સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ બોર્ડની રચના કરી હતી. જેમાં અલગ અલગ વિભાગના આઠ ડૉક્ટર સામેલ હતા. મેડિકલ બોર્ડે થોડા સમય પહેલા જ બેઠક બાદ નિર્ણય કર્યો છે કે લાલૂ યાદવને વધારે સારી સારવાર માટે દિલ્હીની એમ્સ ખાતે મોકલવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:January 23, 2021, 15:17 pm