Lalu Prasad Yadav ને મોટી રાહત, 2015માં નોંધાયેલા કેસમાં હવે હાજીપુર કોર્ટે મંજૂર કર્યા જામીન
Lalu Prasad Yadav ને મોટી રાહત, 2015માં નોંધાયેલા કેસમાં હવે હાજીપુર કોર્ટે મંજૂર કર્યા જામીન
લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત, 2015માં નોંધાયેલા કેસમાં જામીન મંજૂર
વર્ષ 2015માં ચૂંટણી સભા દરમિયાન સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા અને જાતિ વિષયક ટિપ્પણી કરવાના કેસમાં કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ (Lalu Prasad Yadav) ને મોટી રાહત આપતા જામીન મંજૂર (Bail Granted) કર્યા છે.
Bihar : રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સુપ્રીમો લાલુ યાદવ (Lalu Prasad Yadav) ને ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે ઉપાડવાના કેસમાં કોર્ટે જામીન આપ્યા બાદ તેમને વધુ એક કેસમાં રાહત મળી છે. વર્ષ 2015માં ચૂંટણી સભા દરમિયાન સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા અને જાતિ વિષયક ટિપ્પણી કરવાના કેસમાં કોર્ટે લાલુ યાદવને મોટી રાહત આપતાં જામીન આપ્યા છે (Lalu Prasad Yadav Bail Granted). 18 એપ્રિલના રોજ, આરજેડી સુપ્રીમો લાલુ યાદવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ADJ-1ની કોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા લાલુ યાદવને જામીન આપ્યા હતા.
RJD Chief Lalu Yadav granted bail by Jharkhand HC in a case related to Fodder scam
He has been granted bail on the uniform yardstick of half custody & health issues; he will be released soon. He will have to deposit Rs 1 lakh surety amount & Rs 10 lakh as fine, says his lawyer. pic.twitter.com/TNb2iBs6VC
આપને જણાવી દઈએ કે 27 સપ્ટેમ્બર 2015ના રોજ લાલુ યાદવે રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના તેરસિયામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
તેમણે આગળ અને પછાત જાતિઓ વિશે વાત કરી. આ સંદર્ભે, 29 સપ્ટેમ્બર, 2015 ના રોજ, રાઘોપુરના સર્કલ ઇન્સ્પેક્ટર નિરંજન કુમારે ગંગાબ્રિજ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ આપવા, જાતિય ટિપ્પણી કરવા, સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા અને મતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો કેસ દાખલ કર્યો હતો.
આ મામલામાં પોલીસે ઓક્ટોબર 2015માં ચાર્જશીટ દાખલ કરી હતી, ત્યારબાદ 2019માં કોર્ટે બે જામીનપાત્ર અને એક બિનજામીનપાત્ર કલમોને ધ્યાનમાં લઈને નોટિસ જાહેર કરી હતી.
18 એપ્રિલે લાલુ યાદવ આ કેસમાં ઓનલાઈન હાજર થયા હતા, જે બાદ શનિવારે કોર્ટે તેમને જામીન આપી દીધા છે. એડવોકેટ શ્યામબાબુ રાયે જણાવ્યું કે લાલુ યાદવ જેલમાં હોવાથી તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના આચરણ ઉપરાંત તેમની સ્થિતિ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને જામીન આપ્યા છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર