Home /News /national-international /

'ચૌપાલ'માં લાલૂ યાદવે કહ્યું- દીકરાને સમજાવ્યો PM વિશે આવું ન કહેવાય

'ચૌપાલ'માં લાલૂ યાદવે કહ્યું- દીકરાને સમજાવ્યો PM વિશે આવું ન કહેવાય

RJD અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવનું કહેવું છે કે, તેમણે તેમનાં દીકરા તેજ પ્રતાપને સમજાવ્યો હતો કે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી ન કરવી જોઇએ.

RJD અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવનું કહેવું છે કે, તેમણે તેમનાં દીકરા તેજ પ્રતાપને સમજાવ્યો હતો કે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી ન કરવી જોઇએ.

લાલૂ બોલ્યા- દીકરાને સમજાવ્યો PM વિશે આવું ન કહેવાય, NEWS18 ઇન્ડિયા ચૌપાલમાં લાલૂ પ્રસાદ યાદવ

નવી દિલ્હીછ RJD અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવનું કહેવું છે કે, તેમણે તેમનાં દીકરા તેજ પ્રતાપને સમજાવ્યો હતો કે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી ન કરવી જોઇએ.

લાલૂએ કહ્યું કે, અમે મે કહ્યું હતું કે, મોદી દેશનાં પ્રધાનમંત્રી છે તેમનાં વિશે આમ ન બોલવું જોઇએ.
લાલૂ યાદવે પટણાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ન્યૂઝ18 ઇન્ડિયાનાં ચૌપાલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તમણે રામ મંદીર, ગુજરાતની ચૂંટણી અને વંશવાદ પર પોતાનાં વિચાર ઘણી

સ્પષ્ટ રીતે મુક્યા હતાં. જ્યારે પુછવામાં આવ્યું કે આપ તેજ પ્રતાપનાં નિવેદન પર માફી માંગશો? તેનાં જવાબમાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેની ચિંતા ન કરો, હું તેનો પિતા વાત કરું છું, I am Head of the Family

આ બધા પાખંડી છે
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનું કહેવું છે કે ભાજપનાં લોકો ભગવાન રામને પણ રાજકારણમાં લાવી તેમને બદનામ કરે છે યોગી અને સુબ્રમણ્યમ સ્વામી આ દેશને શું બનાવવા ઇચ્છે છે ? હું જાણું છું કે, આ સૌ પાખંડી છે હું કૃષ્ણવંશજ છું. રામ ભગવાન દરેક વ્યક્તિનાં હૃદયમાં વસે છે. આ વિશે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હશે તે સૌએ માનવો પડશે. મુસલમાન ભાઇ પણ તેમ જ માને છે.

ભાજપને તેનો વંશવાદ નથી દેખાતો. તેનાં 40 ટકા નેતાઓનાં બાળકો પોલિટિક્સમાં છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોઇપણ નેતાનાં સંતાનને ટિકિટ નહીં મળે.પણ તેમનાં નેતાઓએ જીદ કરી અને તેની આગળ મોદી મજબૂર થઇ ગયા. અને ભાઇ રાજનાથ સિંહનાં દીકરાને પણ ટિકિટ મળી ગઇ.

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, 50 ટકા સંખ્યા નૌજવાનોની છે. ધર્મનાં ઠેકેદાર તેમને પણ ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. તેમણે ઉમેર્યુ કે, રામ ન મંદિરમાં છે ન મસ્જિદમાં. તે તો આપ સૌનાં દિલમાં છે. મોદી કેમ ગાયથી ડરે છે. વંશવાદ પર વાત કરતાં તેમણે કહ્યું કે નિતીશ કૂમારને વંશ છે એટલે તે આ મુદ્દે કંઇ જ બોલતો નથી. યોગીને વંશ હોત તો તેને પણ ટિકિટ મળત. રામ બિલાસ પાસવાનનાં પરિવારને જુઓ. દીકરો ભાઇ બધા પાર્ટીમાં છે. વંશ હોવો ભારતીય રાજકારણ અને ધર્મ માટે સારો છે. નિરવંશ હોવું ખરાબછે.

જજનો દીકરો જજ હોય છે, વકીલનો દીકરો વકીલ, ડોક્ટરનો દીકરો ડોક્ટર તો પછી નેતાઓ પર જ સવાલ કેમ. શરદ પવારની દીકરી પણ તો રાજકારણમાં છે જ.



First published:

Tags: Chaupal at delhi, News 18 Hindi, આરજેડી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन