Home /News /national-international /રેલીમાં મોદીએ ટેલિપ્રોમ્પટર વાપર્યુ તો લાલુ બોલ્યા: મોદીએ આત્મવિશ્વાસ ગુમાવ્યો

રેલીમાં મોદીએ ટેલિપ્રોમ્પટર વાપર્યુ તો લાલુ બોલ્યા: મોદીએ આત્મવિશ્વાસ ગુમાવ્યો

નરેન્દ્ર મોદી

લાલુ પ્રસાદ હાલ જેલમાં છે. ઘાંસચારા કૌભાડમાં લાલુ પ્રસાદ જેલવાસ ભોગવી રહ્યા છે.

પટના: વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સારા વક્તા તરીકે જાણીતા છે પણ રવિવારે બિહારમાં પટનાની રેલીમાં નરેન્દ્ર મોદીએ ટેલિપ્રોમ્પટરનો ઉપયોગ કર્યો હતો અને તેની મદદથી તેમણે મેદનીને સંબોધી હતી.

સામાન્ય રીતે ટેલિવિઝનનાં લાઇવ પ્રસારણમાં મોદી ટેલિપ્રિન્ટરનો ઉપયોગ કરે છે તે દેખાતું નથી પણ બિહારનાં મંત્રીએ એ રેલીનાં ફોટોઓ ટ્વીટ કર્યા તેમાં જોવા મળ્યુ કે મોદી તેમના સંબોધન માટે ટેલિપ્રોમ્પટરનો ઉપયોગ કરતા જણાય છે.
બિહારનાં નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, નરેન્દ્ર મોદી તેમનો આત્મ વિશ્વાસ ગુમાવી રહ્યા છે. કેમ કે, તેમને બિહારમાં હાર દેખાઇ રહી છે.

લાલુ પ્રસાદ હાલ જેલમાં છે. ઘાંસચારા કૌભાડમાં લાલુ પ્રસાદ જેલવાસ ભોગવી રહ્યા છે.

લાલુ પ્રસાદે ટ્વીટ કરતા કહ્યું કે, મોદીની યોજનાઓ નિષ્ફળ ગઇ છે. માણસ ગમે તેટલું જુઠ્ઠાણું બોલી શકે છે. બિહારમાં હાર ભાળી ગયેલા નરેન્દ્ર મોદીનો આત્મ વિશ્વાસ ડગી ગયો છે. આ આત્મ વિશ્વાસ એટલો બધો ડગી ગયો છે કે, હિંદીંમાં બોલવા માટે પણ હવે ટેલિપ્રોમ્પટરનો ઉપયોગ કરવો પડે છે”.

નરેન્દ્ર મોદી તેમની જાહેર રેલીઓમાં ટેલિપ્રોમ્પટનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. ખાસ કરીને જ્યારે તેમને અંગ્રેજીમાં વક્તવ્ય આપવાનું હોય છે ત્યારે તેઓ ટેલિપ્રોમ્પટરનો ઉપયોગ કરે છે.

જો કે, બિહાર ભાજપનાં નેતાએ જણાવ્યું કે, મોદીએ પોતાનાં સંબોધનમાં આંકડાકીય વિગતો તાજી કરવા માટે ટેલિપ્રોમ્ટરનો ઉપયોગ કર્યો હતો.
સામાન્ય રીતે નરેન્દ્ર મોદી તેમના વક્તવ્ય માટે ચિટ્ઠી અથવા કાગળની ચરબખીમાં ટપકાવેલી નોંધોનો ઉપયોગ કરે છે.
First published:

Tags: Patna, પીએમ નરેન્દ્ર મોદી, બિહાર, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો