ભારતના આ રાજ્યમાં હજી સુધી કોરોનાનો એક કેસ સામે નથી આવ્યો, શાળાઓ પણ થઇ ગઇ ચાલુ

ભારતના આ રાજ્યમાં હજી સુધી કોરોનાનો એક કેસ સામે નથી આવ્યો, શાળાઓ પણ થઇ ગઇ ચાલુ
પ્રતિકાત્મક તસવીર

કોરોનાનો એક પણ કેસ અહીં સામે નથી આવ્યો આ પછી અહીંથી 1 થી 5માં ધોરણની શાળા પણ ખોલી દેવામાં આવી છે.

 • Share this:
  દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 67 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. સાથે જ એક લાખ લોકોની આ કારણે મોત થઇ ગઇ છે. પણ તમે છતાં ભારતનું જ એક રાજ્ય તેવું છે જ્યાં હજી સુધી કોઇ કોરોના વાયરસના સંક્રમણનો કેસ નથી સામે આવ્યો. અને આ છે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્રીપ (lakshadweep). આ રાજ્યમાં હજી કોરોના કેસ સામે ન આવતા અહીંના લોકો રાહત અનુભવી રહ્યા છે. વળી સ્થિતિ એટલી સારી છે કે આ પ્રદેશમાં સરકારે શાળાઓ પણ ખોલી દીધી છે. જ્યાં દેશના બીજી તમામ જગ્યાએ શાળાઓ બંધ છે.

  લક્ષદ્રીપમાં કોરોના વાયરસના ખતરાને દેખતા દેશના અન્ય વિસ્તારોની જેમ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જ્યાં બીજી તરફ દેશનાં બીજા અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ લક્ષદ્રીપ કોરોનાથી અછૂત રહેવામાં સફળ સાબિત થયું છે. જેથી આ કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને હાશકારો અનુભવાયો છે.  કોરોનાનો એક પણ કેસ અહીં સામે નથી આવ્યો આ પછી અહીંથી 1 થી 5માં ધોરણની શાળા પણ ખોલી દેવામાં આવી છે. આ પછી જ્યારે શાળા ખૂલી તો શાળાને ખાસ સજાવવામાં આવી. અને બાળકોની ધૂમધામ સાથે સ્વાગત કરવામાં આવ્યું. લક્ષદ્રીપએ આ પહેલા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલી દીધી હતી. અને શિક્ષણ કાર્ય ચાલુ કર્યું હતું.

  વધુ વાંચો : IAF Day 2020: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષા મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી, કહ્યું- અમને આપ પર ગર્વ છે

  હવે લક્ષદ્રીપ પર 10 દૂર દૂર આવેલા ટાપુ પર બાળકો શાળાએ પહોંચી રહ્યા છે. અને તેમની કુલ સંખ્યા લગભગ 11000 કહેવામાં આવી રહી છે. 64,000ની વસ્તી વાળા લક્ષદ્વીપમાં કોવિડ 19 થી બચવા માટે અહીં દરેક વ્યક્તિની ફરજિયાત કોવિડ તપાસ પણ કરાવવામાં આવી રહી છે. વળી ક્વોરંટાઇન માટે પણ અહીં કડક નિયમ છે.

  માર્ચના અંતમાં લોકડાઉન પહેલા જ લક્ષદ્વીપની હવાઇપટ્ટી અને બંદરોને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા હતા. માનવામાં આવે છે આજ કારણે આ વિસ્તારને હજી સુધી કોરોનાથી મુક્ત રાખવામાં સફળતા મળી છે.
  Published by:Chaitali Shukla
  First published:October 08, 2020, 09:50 am

  ટૉપ ન્યૂઝ