બિહારમાં પૂરનાં કારણે 123 લોકોનાં મોત; 81 લાખ લોકો પ્રભાવિત

News18 Gujarati
Updated: July 25, 2019, 11:09 AM IST
બિહારમાં પૂરનાં કારણે 123 લોકોનાં મોત; 81 લાખ લોકો પ્રભાવિત
બિહારમાં પૂરની ભયંકર સ્થિતિ

બિહારમાં 12 જિલ્લાનાં 105 તાલુકાઓમાં 81.57 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 835 કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યા અને તે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમને જમાડવામાં આવે છે.

  • Share this:
પટના: બિહારમાં આવેલા ભયંકર પૂરનાં કારણે અત્યાર સુધીમાં 123 લોકોના મોત નિપજ્યાં છે અને રાજ્યનાં 12 જિલ્લાઓમાં સ્થિતિ હજુય ચિંતાજનક છે.
છેલ્લા બે દિવસથી વરસાદ સતત ચાલુ છે.

રાજ્યનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં જણાવ્યા અનુસાર, સિતારમર્હી જિલ્લો પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને આ જિલ્લામાં 37 લોકોનાં મોત થયા છે.

મધુબની જિલ્લામાં 30 લોકોનાં મોત નિપજ્યાં છે. બિહારમાં પૂરનાં કારણે અરારિયા, શેઓર, દરભંગા, પુરર્ણિયા, કિશનગંજ, સુપોલ, ઇસ્ટ ચંપારણ, સહારસામાં લોકોનાં મૃત્યુ થયા છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર બિહારમાં 12 જિલ્લાનાં 105 તાલુકાઓમાં 81.57 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

બિહારમાં 835 કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યા અને તે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમને જમાડવામાં આવે છે.નેપાળમાં આવેલા ભયંકર વરસાદને કારણે બિહારમાં પૂર આવ્યું હતું. પાણી ઓસરવાની શરૂઆત થઇ છે પણ હજુય સ્થિતિ ખરાબ છે. બિહારમાં 28.9. મી.મી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યનાં સરેરાશ વરસાદની સરખામણીમાં 221 ટકા વધારે વરસાદ છે.
First published: July 25, 2019
વધુ વાંચો
अगली ख़बर