Home /News /national-international /

lakhpati cows: આ ગામમાં છે લખપતિ ગાયો, ગાયોના નામે છે એક લાખ રૂપિયાની એફડી

lakhpati cows: આ ગામમાં છે લખપતિ ગાયો, ગાયોના નામે છે એક લાખ રૂપિયાની એફડી

ગાયોનું જીવન સારી રીતે વીતે ને તેમની દેખભાળ સારી થાય તે માટે ગૌશાળા સમિતિએ આ અનોખો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે તેની ખૂબ પ્રશંસા થાય છે

Positive story - હાલ ગૌશાળામાં 983 ગાયો છે, આ ગાયોને તેમના બેંક બેલેન્સ અને તેના વ્યાજ સાથે અહીં ઉછેરવામાં આવી રહી છે

ઝુંઝનૂ : રાજસ્થાનના (rajasthan)શેખાવાટીનું નામ આવતા જ શેઠ અને કરોડપતિઓની વાતો શરૂ થઈ જાય છે. પરંતુ શેખાવાટીના ઝુંઝુનૂ જિલ્લામાં એક એવી ગૌશાળા (Cowshed) પણ છે કે જ્યાંની ગાયો પણ લખપતિ (lakhpati cows)છે. તેમનું બેંક બેલેન્સ (Bank balance) લાખો રૂપિયામાં છે. આ ગૌશાળા (Cowshed)માં ગાયોને દત્તક લેવાની અનોખી પરંપરા છે. આ પરંપરામાં સૌથી મહત્વની બાબત એ છે કે દત્તક લેવાની સાથે ગાયના નામ પર 1 લાખ રૂપિયાની એફડી (FD) પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ગૌશાળાની 28 ગાયો દત્તક લેવામાં આવી છે. આ 28 ગાયો આજની તારીખમાં લખપતિ છે. આ 28 ગાયોનું બેંક બેલેન્સ 28 લાખ રૂપિયા છે. ગાયોનું જીવન સારી રીતે વીતે ને તેમની દેખભાળ સારી થાય તે માટે ગૌશાળા સમિતિએ આ અનોખો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે તેની ખૂબ પ્રશંસા થાય છે.

તમે ગાયના નામ પર રાજનીતિ વિશે તો ઘણું સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક એવી ગૌશાળાનો પરિચય કરાવીશું, જે ન માત્ર ગાયોની સુરક્ષા માટે કામ કરી રહી છે, પરંતુ તેણે એક એવી અનોખી પરંપરા પણ શરૂ કરી છે જેના કારણે લોકો અહીં આવે છે. અહીં ગાયોને દત્તક લેવાની અનોખી પંરપરા શરૂ કરવામાં આવી છે. ઝુંઝુનૂ જિલ્લાના ગુઢાગૌડજી વિસ્તારના ભૌડકી ગામમાં સંચાલિત શ્રી જમવાયે જ્યોતિ ગૌશાળામાં લોકોએ 28 ગાયોને દત્તક લીધી છે. શ્રી જમવાયે જ્યોતિ ગૌશાળાનું કામકાજ અલગ છે. આ ગાયોના નામે એક-એક લાખ રૂપિયાની એફડી છે. ગૌભક્તોએ ગાયોને દત્તક લઈને આ એફડી કરાવી છે.

આ પણ વાંચો - કોરોના પર થોડી ચિંતા-થોડા રાહતના સમાચાર, નવા દર્દીઓ 5% ઘટ્યા, જોકે કેસનો આંકડો 3 હજારને પાર

આ રીતે શરૂ કરાઈ ગૌશાળા

ગામના ખેડૂતોએ ભૈડકી ગામના તત્કાલિન સરપંચ શિવરામ સિંહને રખડતા પ્રાણીઓ દ્વારા પાકને થતા નુકસાન અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ગામમાં શ્રી જામવાય જ્યોતિ ગૌશાળાનો પાયો નાંખવામાં આવ્યો હતો. આશરે બે વીઘા જમીનમાંથી શરૂ થયેલી ગૌશાળા આજે 60 વીઘાથી વધુ જમીનમાં કાર્યરત છે. તેમાંથી 24 વીઘા જમીન પૂર્વ સરપંચ શિવરામ સિંહે ગૌશાળા માટે ખરીદી છે. હવે આ ગૌશાળામાં ગાયોને દત્તક લેવાનો રિવાજ પણ શરૂ થયો છે.

હાલ ગૌશાળામાં છે 983 ગાયો

દરેક ગાયના નામે રૂ. 1 લાખની એફડી કરાવવામાં આવે છે અને આ ગાયોને તેમના બેંક બેલેન્સ અને તેના વ્યાજ સાથે અહીં ઉછેરવામાં આવી રહી છે. શિવરામ સિંહે જણાવ્યું કે ગૌશાળામાં 983 ગાયો છે. તેમના માટે ગૌશાળામાં યોગ્ય વ્યવસ્થા છે. ભામાશાહનો સહકાર ચાલુ છે. ગૌશાળામાં ગાયોની સેવા માટે વિવિધ યોજનાઓ છે. આનાથી દર મહિને લગભગ 2 લાખની આવક થાય છે. ગાયો માટે ચારા અને પાણીની પણ વ્યવસ્થા છે.

ગૌશાળામાં કામ કરે છે દોઢ ડઝન લોકો

ગૌશાળામાં દોઢ ડઝન લોકો ગાયોની સારસંભાળ માટે ગામ અને આસપાસના વિસ્તારોમાં કામ કરે છે. તેઓ માને છે કે કામની સાથે તેઓ ગાય સેવાનું પુણ્ય પણ લઈ રહ્યા છે. આ કારણે તેમના મનમાં અન્ય જગ્યાએ કામ કરવાની કે વધુ પગાર મેળવવાની લાલચ નથી. આ લોકો દિવસભર ગાયોની સેવામાં લાગેલા હોય છે. ગૌશાળામાં દિવસેને દિવસે ગાયોની સંખ્યા વધ્યા બાદ હવે આ ગાયો માટે ગૌશાળા પાસે પશુ દવાખાનું બનાવવામાં આવી રહ્યું છે.

દરરોજ કાઢવામાં આવે છે લગભગ 100 લીટર દૂધ

ગૌશાળાની ગાયોમાંથી રોજનું 100 લીટર જેટલું દૂધ કાઢવામાં આવે છે. તેમાંથી ઘી બનાવવામાં આવે છે. એટલું જ નહીં, ગૌશાળા પરિસરમાં જૈવિક ખાતર બનાવવાનો પ્લાન્ટ કાર્યરત છે. તેમાં અળસિયાનુ ખાતર તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતરોની સરખામણીમાં આ જૈવિક ખાતર પાક માટે વરદાન સાબિત થાય છે. આવી સ્થિતિમાં સેન્દ્રીય ખાતરથી ખેતીનું ચિત્ર બદલવાનું કામ પણ અહીં કરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Rajasthan news, રાજસ્થાન

આગામી સમાચાર