લખીમપુર ખીરી હિંસા: મુખ્ય આરોપી આશીષ મિશ્રાએ પોતે 'નિર્દોષ હોવાના' પુરાવા રજૂ કર્યાં, અંકિત દાસના ડ્રાઇવર સહિત બેની ધરપકડ

આશીષ મિશ્રા ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયા.

Lakhimpur Violence Case: લખીમપુર હિંસામાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આરોપી આશીષ મિશ્રાએ પોલીસને ત્રણ-ચાર વીડિયો સોંપ્યા છે.

  • Share this:
    અજિત સિંહ, લખનઉ/લખીમપુર: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા (Ajay Mishra Teni)ના દીકરા અને લખીમપુર હિંસા (Lakhimpur khiri violence)ના આરોપી આશીષ મિશ્રા (Ashish Mishra)એ ક્રાઇમ બ્રાંચ (Crime Branch) સમક્ષ રજૂ થતાં પોતને 'નિર્દોષ હોવાા પુરાવા' રજૂ કર્યાં છે. આશીષ મિશ્રા અને તેમના વકીલે નિવેદન તરીકે ડઝનેક સોગંદનામા દાખલ કર્યાં છે. સાથે જ પોલીસને ચાર વીડિયો સાથેની એક પેન ડ્રાઇવ પણ સોંપી છે. પોલીસના કહેવા પ્રમાણે આ વીડિયોને ફોરેન્સિક તપાસ માટે સોંપવામાં આવશે. બીજી તરફ, લખીમપુર ક્રાઇમ બ્રાંચે આ કેસ સાથે જોડાયેલા અંકિત દાસ (Ankit Das)ના ડ્રાઇવર સહિત બે લોકોની લખનઉથી અટકાત કરી લીધી છે. અંકિત દાસની શોધખોળ શરૂ છે.

    લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રા રજૂ થયા ત્યાં સુધીના ઘટનાક્રમ પર નજર કરીએ તો પોલીસે આશીષ પાંડેય અને લવકુશની ધરપકડ કરી છે. બંનેને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આજે લખીમપુર ક્રાઇમ બ્રાંચે અંકિત દાસના ડ્રાઇવર સહિત બે લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત સુમિત જાયસ્વાલ ફરાર છે. જ્યારે અંકિત દાસની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટના સાથે જોડાયેલા ત્રણ આરોપીના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.

    બીજી તરફ પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) આ વાતને લઈને આજે સરકાર પર ફરીથી હુમલો કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યુ કે દેશમાં કાયદો જીપના ટાયર હેઠળ કચડવામાં આવી રહ્યો છે. તેમણે રાજ્યમાં ગુનાહિત ઘટનાઓ વિશે કહ્યુ કે, ગોરખપુરમાં જે વેપારીની હત્યા થઈ તેમાં તમામ હત્યારાઓ હજુ સુધી ફરાર છે. કસ્ટોડિયલ ડેથ સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં થયા છે, આ માટે આખરે કોણ જવાબદાર છે? લખીમપુર મામલે અખિલેશે કહ્યુ કે, તમામ પરિવારે કહ્યુ છે કે જ્યાં સુધી ગૃહ રાજ્યમંત્રી રહેશે ત્યાં સુધી ન્યાય મળવો મુશ્કેલ છે. આમ છતાં સરકાર આરોપીઓની બચાવવા માંગે છે.

    આ પણ વાંચો: લખીમપુર કાંડમાં FIR, ગૃહ રાજ્યમંત્રી અને તેમના પુત્ર પર ષડયંત્ર રચવાનો આરોપ

    ઉલ્લેખનીય છે કેઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના (Ajay Kumar Mishra) દીકરા આશિષ મિશ્રાના (Ashish Mishra) સમર્થકો અને ખેડૂતો વચ્ચે થયેલા સંઘર્ષમાં કુલ આઠ લોકોનાં મોત થયા હતા. આ મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

    મૃતકોના પરિવારને 45-45 લાખનું વળતર

    લખીમપુર વહીવટીતંત્ર અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડની બેઠક બાદ સહમતિ સધાઈ ગઈ હતી. ત્યારબાદ લાશોને રાખીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વિરોધ ખતમ કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની મંજૂરી આપી હતી. વહીવટીતંત્રએ ખેડૂતોની તમામ માંગોને માની લીધી છે. મૃતક ખેડૂતોના પરિજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર, ઘાયલોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતક ખેડૂતોના પરિવારના એક સભ્યને યોગ્યતા અનુસાર સરકારી નોકરી, મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની આઠ દિવસમાં મામલાની તપાસ કરી દોષિતોની ધરપકડ કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: